• Home
  • News
  • …તો શું ગાંગુલીના એક નિર્ણયથી BCCIને થશે 800 કરોડનું મસમોટું નુકસાન! પણ ખેલાડીઓની મળશે દુઆ
post

સંચાલકોની સમિતિમાં ઘરેલુ ક્રિકેટર્સની સેલરીમાં 200 ટકાનો વધારો કરવાની વાત કહેવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:16:27

મુંબઈ : કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન છે. જેના કારણે બધી રમત સ્પર્ધાઓ રદ કરવામાં આવી છે. ત્યારે ક્રિકેટની બધી ટર્નામેન્ટ્સ પર રદ કરવામાં આવી છે. ખેલાડીઓ ઘરમાં રહી પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ત્યારે દુનિયામાં મોટાભાગે રમત એસોસિએશન પોતાના ખેલાડીઓની સેલરીમાં ઘટાડો કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી તેનાથી વિપરિત ખેલાડીઓનો પગાર વધારવા અંગે વિચારી રહ્યાં છે.

70 લાખ રૂપિયા સુધી વધી શકે છે પગાર:


મીડિયા સૂત્રો મુજબ બીસીસીઆઈ ઘરેલુ ક્રિકેટ ખેલાડીઓની સેલરીમાં વધારો કરવા અંગે વિચાર કરી રહ્યું છે. એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઇચ્છે છે કે ઘરેલું ક્રિકેટરોને વધુ પૈસા મળે તેથી ખેલાડીઓને ક્યારે આ કરિયરની પસંદગી કરવાનો પછતાવો ન થાય. સંચાલકોની સમિતિમાં ઘરેલુ ક્રિકેટર્સની સેલરીમાં 200 ટકાનો વધારો કરવાની વાત કહેવામાં આવી. ત્યારે હવે બીસીસીઆઈ આ અંગે વિચાર કરી નિર્ણય લઈ શકે છે. જો બીસીસીઆઈ આવું કરે તો ઘરેલુ ખેલાડીઓના પગાર 50થી 70 લાખ થઈ શકે છે.

ઘરેલુ ક્રિકટર્સનું IPL પર વધુ ધ્યાન:

એવું માનવામાં આવી રહ્યું છે કે ઘરેલુ ક્રિકેટર્સ આઈપીએલ રમવાની કોશિશમાં લાગ્યા રહે છે. કારણે કે ત્યાં નામ અને પૈસા બંને છે. જેના કારણે હવે બીસીસીઆઈ ઘરેલુ ક્રિકટર્સની સેલરીમાં વધારો કરવા અંગે વિચારી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ યુવરાજ સિંહે પણ તાજેતરમાં કહ્યું હતું કે ઘરેલુ ક્રિકેટર્સ 4 દિવસીય ક્રિકેટને છોડી આઈપીએલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. કારણ કે ત્યાં પૈસા વધારે છે.

ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં લોકડાઉન છે જેના કારણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન ડે સિરીઝ રદ થઈ છે જ્યારે આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટ પણ હાલ મુલતવી રાખવામાં આવી છે અને તેના રદ થવાની પણ મજબૂત સંભાવનાઓ છે. પરંતુ જો આ પરિસ્થિતિઓમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ઘરેલુ ક્રિકેટર્સના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરે તો બોર્ડને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. એક અનુમાન મુજબ આ સ્થિતિમાં જો ઘરેલું ક્રિકેટર્સના પગારમાં વધારો કરવામાં આવે તો બોર્ડને ઓછામાં ઓછું 800 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જો કે, હવે જોવાનું રહેશે કે સૌરવ ગાંગુલી આ અંગે શું નિર્ણય લે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post