• Home
  • News
  • આબુમાં રીંછોની મસ્તી:આબુમાં વરસાદી માહોલનો આનંદ માણતો રીંછ પરિવાર, હિલ સ્ટેશનના ડુંગરાઓ સોળે કળાએ ખીલી ઊઠ્યા
post

ધરતીએ લીલી ચાદર ઓઢતાં વાતાવરણ રમણીય બન્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-18 18:23:49

બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદને કારણે રમણીય વાતાવરણ બન્યું છે. આબુમાં મિની કાશ્મીર જેવા નજારાની પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે. વરસાદને કારણે ડુંગરાઓમાંથી અનેક ઝરણાં જીવંત બનતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. આ ઝરણાંમાં એક રીંછ પરિવાર નાહતો હોય એવો વીડિયો સામે આવ્યો છે.

વન્ય પ્રાણીઓ પણ પોતાની મોજમાં મસ્ત
ભારે વરસાદથી માઉન્ટ આબુમાં મુખ્ય માર્ગ ક્ષતિગ્રસ્ત થતાં મોટાં વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે જે પ્રવાસીઓ આબુમાં છે તેઓ સોળે કળાએ ખીલી ઊઠેલા ડુંગરાઓની અને જીવંત બનેલા ઝરણાંની મન મૂકીને લખલૂટ મજા લૂંટી રહ્યા છે. આ વચ્ચે વન્ય પ્રાણીઓ પણ પોતાની મોજમાં મસ્ત હોય તેવા કેટલાક વીડિયો સામે આવ્યા છે. એક વીડિયોમાં એક રીંછ પરિવાર વરસાદી પાણીમાં નહાઇ રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં રીંછો ધરતીએ ઓઢેલી લીલી ચાદરમાં મસ્તી કરી રહ્યા છે.

નખી લેક ઓવરફ્લો
આબુમાં ભારે વરસાદને પગલે નખી લેક ઓવરફ્લો થયો છે, જેને લઇને સહેલાણીઓને એની નજીક ન જવા દેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જ્યારે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાલનપુર-આબુ રોડ બંધ કરાયો હતો
મહત્ત્વનું છે કે ભારે વરસાદને પગલે ગઇકાલે પાલનપુર-આબુ રોડ એક તરફનો બંધ કરવામાં આવ્યો હતો, જેમાં માત્ર મોટા વાહનનોને જ જવા દેવામાં આવતાં હતાં, જ્યારે નાનાં વાહનોને નો એન્ટ્રી હતી, જેને લઇને 5થી 7 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post