AAPએ 62 નેતાઓની નિમણૂંક કરી, રેશમા પટેલની પ્રદેશ પ્રવક્તા બનાવાયા
`અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પહેલા તબક્કાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાના 62 પદાધિકારીઓના નામ જાહેર કરી રેશમા પટેલનો મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. રેશમા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ રેશ્મા પટેલને પાર્ટીના પ્રદેશ પ્રવક્તા બનાવવામાં આવ્યા છે
આમ આદમી પાર્ટીમાં જોડાનાર રેશમા પટેલને સોંપી
મહત્વની જવાબદારી
ગુજરાતમાં
વિધાનસભાની ચૂંટણીમાં જીતનો દાવો કરતી AAPએ છેલ્લી ક્ષણોમાં મહત્વની
જાહેરાત કરી છે. AAP
દ્વારા
ચૂંટણી પહેલા સંગઠનના મુખ્ય પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે NCPમાંથી રેશમા પટેલે
રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાનાર રેશમા પટેલને પણ મહત્વની જવાબદારી
સોંપવામાં આવી છે.
39 નેતાઓને વિધાનસભા સહ
સંગઠન મંત્રી,
7 નેતાઓને
જિલ્લા ઉપપ્રમુખનો હોદ્દો
ગુજરાતમાં
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નામોમાં પ્રવીણ રામને પ્રદેશ ઉપપ્રમુખ, રાજીબેનને પ્રદેશ જોઈન્ટ
સેક્રેટરી,
બ્રિજ
સોલંકીને પ્રદેશ યુવા પ્રમુખ, જાવેદ આઝાદ કાદરીને પ્રદેશ માઈનોરીટી વિંગના ઉપપ્રમુખ
બનાવવામાં આવ્યા છે. જ્યારે રેશમા પટેલને પ્રદેશ પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. અને
39 નેતાઓને વિધાનસભા સહ
સંગઠન મંત્રી જ્યારે 7
નેતાઓને
જિલ્લા ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.
અહી
એ વાત પણ યાદ રહે કે,
NCP નેતા
રેશમા પટેલે એનસીપીમાં ઈમાનદારીથી કામ કરવા છતાં આ વખતે પાર્ટી દ્વારા તેમની ટિકિટ
કાપવામાં આવતાં રેશમા પટેલે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપવામાં આપી દીધુ હતું.
જો કે, પાર્ટીમાંથી રાજીનામું
આપ્યાના કલાકોમાં જ તેઓ AAPમાં જોડાઈ ગયા છે. AAPના દિલ્હીના સાંસદ રાઘવ
ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા હતા. અને અહીં આમ
આદમી પાર્ટી દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
રેશમા
પટેલે આ અંગેની માહિતી આપતાં પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મને
રાજ્ય પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપી છે તે માટે હું શ્રી અરવિંદ કેજરીવાલજી અને
રાજ્ય નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં સામાન્ય માણસનો અવાજ બનીને
ન્યાયની તરફેણમાં અવાજ ઉઠાવીશું.