• Home
  • News
  • રાહુલ ગાંધીએ સરકારની ટીકા કરી તો સ્મૃતિ ઈરાનીએ કહ્યું- બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, ખાતરી કર્યા બાદ ટ્વિટ કરો
post

સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું- સેનામાં મહિલાઓના સ્થાયી કમિશન અને કમાન્ડર પોસ્ટીંગ આપવા ચુકાદો આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 10:37:40

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ભૂતપુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિસાન સાધ્યું છે. હકીકતમાં એક દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની દલીલોને નકારીને આદેશ કર્યો હતો કે મહિલા સૈનિકોને સેનામાં સ્થાયી કમિશન અને કમાન્ડર પોસ્ટીંગ આપવામાં આવે. આ અંગે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકારને સુપ્રીમ કોર્ટમાં મહિલાઓને પુરુષ કરતા નબળી દર્શાવી તેમનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલના આ ટ્વિટને બેગાની શાદી મે અબ્દુલ્લા દીવાના તરીકે દર્શાવી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં શું કહ્યું હતું

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ કહીને મહિલાઓનું અપમાન કર્યું છે કે મહિલા સૈનિક કમાન્ડ પોસ્ટ અને કાયમી કમીશનને લાયક નથી, કારણ કે પુરુષોથી કમજોર છે. તમામ મહિલાઓ સાથે ઉભા રહેવા બદલ અને ભાજપ સરકારને ખોટી સાબિત કરવા બદલ અભિનંદન પાઠવું છે.

સ્મૃતિ ઈરાનીનો જવાબ-પ્રધાનમંત્રીએ લૈગિંક ન્યાય સુનિશ્ચિત કર્યો

સ્મૃતિએ ટ્વિટ કર્યું હતું કે આદરણિય બગાની શાદી મેં અબ્દુલ્લા દિવાને, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા કે જેમણે સશસ્ત્ર દળમાં મહિલાઓ માટે કાયમી કમિશનની જાહેરાત કરી લૈગિંક ન્યાય સુનિશ્ચિત કર્યું. ભાજપ મહિલા મોરચાએ આ મુદ્દાને ત્યારે ઉઠાવ્યો હતો કે જ્યારે તમારી સરકારે આ ફેરફારનો ઠેકો આપ્યો હતો. ટ્વિટ કરતા પહેલા ટીમને કહો કે તે ચેક કરો.

 

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સરકારની ટીકા થઈ
સરકારે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પુરુષ સૈનિક મહિલા અધિકારીઓના આદેશને માનવા માટે તૈયાર નથી. આ સાથે મહિલાઓની કેટલીક સામાજીક મર્યાદા હોય છે. જેને લીધે તેઓ જોખમનો સામનો કરવા સક્ષમ નથી. જોકે, રોક્ટે સ્થાયી કમિશન નહીં આપવા પાછળના સરકારની આ દલીલો પર કહ્યું હતું કે આ દલીલ પરેશાન કરનારી છે. આ તર્ક લૈગિંક રુઢિયોવાળી છે. સરકાર અને સેના માનસિકતા બદલે. કમાન્ડ પોસ્ટ પર મહિલાઓનો સંપૂર્ણ બહિષ્કાર બંધારણની અનુચ્છેદ-14 વિરુદ્ધ છે. તે ફક્ત પ્રશાસનિક નિયુક્તિ સુધી જ મર્યાદિત રાખવામાં આવે તે યોગ્ય નથી. તેને કમાન્ડ પોસ્ટીંગ આપવામાં આવે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post