• Home
  • News
  • કોરોના વાઈરસ અંગે રાષ્ટ્રતિ લુકાશેન્કોની સલાહ, કહ્યું- આપણને વાઈરસનું કોઈ જોખમ નથી, દેશના લોકોએ વોડકા પીવી જોઈએ અને સોના બાથ લેવી જોઈએ
post

દુનિયાના મોટાભાગના દેશોમાં તમામ સ્પોર્ટ્સ કાર્યક્રમ રદ, પરંતુ રશિયાથી અલગ થયેલા બેલારુશમાં આવું કંઈ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 11:01:57

મિંસ્કઃ કોરોના વાઈરસ દુનિયામાં અત્યાર સુધી 35 હજાર કરતા વધારે લોકોની મોતનું કારણ બની ચુક્યો છે. દરેક દેશ આના કારણે ડરમાં છે. બચવા માટેના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. પરંતુ બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કોને કોઈ ચિંતા નથી. તેમના દેશમાં સંક્રમણથી બચવાના કોઈ ઉપાય કરયા નથી.  અહીંયા ભારે ભીડ ભેગી કરાયેલા સ્ટેડિયમમાં ફુટબોલ અને આઈસ હોકી રમવામાં આવી રહી છે. લુરાશેન્કોના જણાવ્યા પ્રમાણે,  બેલારુસમાં કોરોનાનો જોખમ નથી. લોકોએ વોડકા પીવી જોઈએ અને સોના બાથ લેવી જોઈએ. 


1990
માં સોવિયત સંઘના વિઘટન બાદ બેલારૂસ નવો દેશ હતો. અહીંયા આબાદી લગભગ 90 લાખ છે. લુકાશેન્કો 1994થી સત્તામાંછે. અહીંયા 92 લોકો સંક્રમિત મળી આવ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિના ચહેરા પર કોઈ પણ પ્રકારની ચિંતા નથી. છેલ્લા ઘણા દિવસોમાં તેમણે એક આઈસ હોકી મેચમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ડરી ડરીને જીવ્યા વગર સારું છે, ચિંતાવગર મરી જઈએ. તમને અહીંયા કોઈ વાઈરસ ઉડતો જોવા મળી રહ્યો છે? મને તો નથી દેખાતો

સૂચન પણ  :
લુકાશેન્કોએ વધુમાં કહ્યું કે, સ્પોર્ટ્સ વાઈરસ સામે લડવાની સૌથી શ્રેષ્ઠ રીત છે. લોકોએ રોજ 50 મિલી વોડકા પીવી જોઈએ. સોના બાથ લેવી જોઈએ, જેથી ગરમ રહી શકાય. ખેતરોમાં કામ કરવું જોઈએ. નાસ્તો પણ યોગ્ય સમયે કરવો જરૂરી છે. આ દેશમાં લોકડાઉન, બોર્ડર સીલ અથવા સોશ્યલ ડિસ્ટેસિંગની હાલ તો કોઈ જરૂર નથી. રશિયાએ નાગરિકો પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે. બેલારુસના રાષ્ટ્રપ્રમુખે આ વાતની મજાક ઉડાવી હતી. 

 

સરકારી આયોજન રદ નહીં થાય 
 
બેલારુસ 9મી મેના રોજ વિજય દિવસ ઉજવે છે. આ દિવસે લાખો લોકો રસ્તા પર જોવા મળે છે. લુકાશેન્કોના જણાવ્યા પ્રમાણે, ‘વિક્ટ્રી ડે પ્રોગ્રામ રદ નહીં થાય, સરકારી કાર્યક્રમો નક્કી કરાયેલા સમયે જ કરવામાં આવશે. આપણી રક્ષા ભગવાન કરશે. ઘણા લોકો કહી રહ્યા છે કે બોર્ડર સીલ કરી દો. હું આવું નહીં કરું. કોઈ નાગરિકને ક્વૉરન્ટીન  ત્યારે જ કરાશે જ્યારે તે અત્યંત જરૂરી હશે ’ 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post