• Home
  • News
  • પ્રથમ 5 મેચમાં માત્ર 110 રન કરેલા, મેન્ટર વોર્ન ઇચ્છતો હતો કે- તે મિડલ ઓર્ડરમાં પરત ફરે, તેમ છતાં રોયલ્સે ઓપનર તરીકે જાળવી રાખ્યો અને સ્ટોક્સ 107* રનની ઇનિંગ્સ રમ્યો
post

બેન સ્ટોક્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે 60 બોલમાં 107* રન કર્યા. તે લીગમાં રનચેઝમાં 2 સદી મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 09:33:38

રાજસ્થાન રોયલ્સે રવિવારે અબુ ધાબી ખાતે મુંબઇ ઇન્ડિયન્સ સામે 196 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને અપસેટ સર્જ્યો. ઇનફોર્મ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલર્સ સામે 10ની રનરેટથી રન કરવા ક્યારેય સહેલા હોતા નથી. જોકે, બેન સ્ટોક્સે પોતાની અવિશ્વસનીય ફટકાબાજીથી નિવેદન આપ્યું કે, "હમ ભી કિસી સે કમ નહિ." આ જીતનો શ્રેય જેટલો સ્ટોક્સને મળ્યો એટલો જ રાજસ્થાનની લીડરશિપ ટીમને મળવો જોઈએ, જેમણે સ્ટોક્સ પાસેથી ઓપનિંગ કરાવવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રથમ 5 મેચમાં માત્ર 110 રન  કરી શક્યો હતો

·         બેન સ્ટોક્સ સીઝનની શરૂઆતથી રોયલ્સ વતી રમી શક્યો નહોતો. તે કેન્સર સામે લડી રહેલા પોતાના પિતા સાથે ન્યૂઝીલેન્ડમાં હતો.

·         લીગમાં પોતાની પહેલી મેચ રમ્યો, ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે તે ઓપનિંગ કરવા આવ્યો હતો.

·         સ્ટોક્સ પોતાના દેશ ઇંગ્લેન્ડ માટે દરેક પ્રકારના ફોર્મેટમાં મિડલ ઓર્ડરમાં જ રમે છે. ઓપનિંગ કરવી તેની નેચરલ ગેમ નથી. અને તેની શરૂઆત પ્રભાવશાળી પણ રહી નહોતી.

·         તે પ્રથમ 5 મેચમાં 22ની એવરેજ અને 106.79ની સ્ટ્રાઈક રેટથી માત્ર 110 રન જ કરી શક્યો હતો.

વોર્ન ઇચ્છતો હતો કે, સ્ટોક્સ મિડલ ઓર્ડરમાં પરત ફરે

·         રાજસ્થાન રોયલ્સના ટીમ મેન્ટર તરીકે ફરજ નિભાવી રહેલો પૂર્વ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ન પણ ઓપનર તરીકે સ્ટોક્સને સ્ટ્રગલ કરતા જોઈને ઇચ્છતો હતો કે, તે મિડલ ઓર્ડરમાં પરત ફરે.

·         વોર્ને શનિવારે સ્કાય સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હું ઇચ્છુ છું કે જોસ બટલર ઓપનિંગ કરે. તે નંબર-1 ઓપનર છે.

·         વોર્ને કહ્યું કે, મને ખબર છે સ્ટોક્સ ઓપનિંગ કરી શકે છે. પણ હું તેને ફરીથી મિડલ ઓર્ડરમાં જોવા માગીશ જ્યાં તે પોતાનું બધું ક્રિકેટ રમ્યો છે અને સફળ રહ્યો છે. તે ચોથા ક્રમે રમે તે ટીમ માટે સારું રહેશે.

ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરો ઉતર્યો સ્ટોક્સ

·         5 મેચમાં ઓપનર તરીકે રમાડવાના ઇન્વેસ્ટમેન્ટ પર કોઈ રિટર્ન ન મળવા છતાં રોયલ્સે તેને ઓપનર તરીકે જ જાળવી રાખ્યો. પરિણામ?

·         સ્ટોક્સે પોતાની છઠ્ઠી ઇનિંગ્સમાં 60 બોલમાં 178.33ની સ્ટ્રાઈક રેટથી અણનમ 107 રન કર્યા. તેણે એટલી સારી બેટિંગ કરી કે 196 જેવા લક્ષ્યનો પીછો કરતી વખતે બટલરની બેટિંગનો વારો જ ન આવ્યો.

મુંબઈના સ્પિનર્સને મેચમાં હાવી ન થવા દીધા

·         મુંબઈ એટલે એવી ચેમ્પિયન ટીમ કે જેમાં કોઈને ચાલે જ. જેમ આપણે ગઈકાલે તેમની બેટિંગમાં જોયું, કવિન્ટન ડી કોક અને કે. પોલાર્ડ ન ચાલ્યા તો હાર્દિક પંડ્યાનું બેટ બોલ્યું.

·         તેવી જ રીતે ફાસ્ટ બોલર્સ કમાલ ન દેખાડી શક્યા ત્યારે સ્પિનર્સ બચાવ કરવામાં નિષ્ફળ રહ્યા.

·         રાહુલ ચહર અને કૃણાલ પંડ્યાએ તેમની વચ્ચે 5 ઓવરમાં 56 રન લૂંટાવી દીધા.

·         સ્ટોક્સે તેમની સામે 21 બોલમાં 39 રન ફટકાર્યા. તેણે ક્રિઝની ઊંડાઈ અને ખાસ કરીને રિવર્સ સ્વીપ શોટ રમીને તેમની લાઈન લેન્થ બગાડી દીધી હતી.

·         મેચ પછી સ્ટોક્સે કહ્યું કે, હું 3-4 મેચ પહેલા આવી ઇનિંગ્સ રમી શક્યો હોત તો સારું હતું. કારણકે ત્યારે ટીમ તરીકે પ્લેઓફમાં ક્વોલિફાય થવું અમારા પોતાના હાથમાં હતું.

·         મને આશા છે કે મારી આ ઇનિંગ્સ થકી ન્યૂઝીલેન્ડમાં મારા પરિવારને આનંદ થયો હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post