• Home
  • News
  • કોરોનામાં ઘેરાયેલી સરકારે સ્ટ્રેટેજી બદલીઃ પહેલાં મ્યુનિ. કમિશનર, પછી અશ્વિનીકુમાર-શિવાનંદ ઝા અને હવે જયંતિ રવિનું મીડિયા બ્રિફિંગ બંધ
post

કોરોનાના વધતા જતાં કેસો વચ્ચે સરકારે જવાબો આપવાનું ટાળવા પ્રેસ બ્રીફિગ બંધ કરી દીધું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 10:11:44

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે. તેને પગલે પહેલા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે ફેસબુકથી મીડિયા બ્રિફિંગ બંધ કર્યું હતું. ત્યારબાદ અશ્વિનીકુમાર અને શિવાનંદ ઝાએ પણ ફેસબુકથી બ્રિફિંગ બંધ કર્યું છે. કોરોનાની રોજેરોજની અપડેટ આપતા ડો. જયંતિ રવિએ પણ હવે મીડિયા બ્રિફિંગ બંધ કરી દીધું છે. કોરોનાના કારણે રાજ્યની જનતા ચિંતા સાથે ડરમાં છે, રોજ વધતા કોરોનાના કેસ ક્યાં કેટલા આવ્યા, કોરોના કાબુમાં લેવા સરકાર કેવી કામગીરી, સારવાર કરી રહી છે, ક્યારે કોરોના જશે જેવા અનેક સવાલોમાં ઘેરાયેલી જનતા સમક્ષ પારદર્શકતાથી જવાબો આપવાના બદલે રાજ્ય સરકારે કોરોનાની પત્રકાર પરિષદ બંધ કરી, પછી ફેસબુક પર આંકડા આપતા હતા એ પણ બંધ કરી માત્ર પ્રેસનોટ આપવાનું શરૂ કર્યુ છે તે જોતા હવે સરકારે કોરોનાના એક્ઝિટ પ્લાન તરફ આગળ વધી રહી હોવાનું મનાય છે.


રૂબરૂ મળવાનું બંધ કરી ફેસબુક લાઈવ શરૂ કર્યુ હતું
રાજ્ય સરકાર દ્વારા પત્રકારો અને સામાન્ય જનતાને સાચી માહિતી આપવા અત્યાર સુધી ત્રણત્રણ વખત અલગ અલગ વિષય પર બ્રિફિંગ કરવામાં આવતું હતું. જેમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવતા જવાબો મળતા હતા. પરંતુ કોરોનાના કપરા કાળમાં રૂબરૂ મળવાનું બંધ કર્યુ હતું અને ફેસબુક લાઈવ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જનતા દ્વારા સીધા સવાલો પૂછવામાં આવતા જેના જવાબો અપવા અઘરાં થઈ જતા આ વ્યવસ્થા પણ બંધ કરવામાં આવી છે.


લોકોએ FB લાઈવમાં સરકારની કામગીરી પણ સવાલો ઉઠાવ્યા
રાજ્યમાં લોકડાઉન સંદર્ભે શિવાનદં ઝાએ મીડિયાને માહિતી આપવાનું બંધ કર્યુ હતું. ગત શનિવારથી અગ્ર સચિવ, આરોગ્ય ડો.જયંતિ રવિએ પણ ફેસબુક લાઈવ બંધ કર્યુ છે. ગઈકાલથી મુખ્યમંત્રીના સચિવ, અશ્વિનીકુમારે પણ આ બ્રિફિંગ બંધ કર્યુ છે. કોવીડ–19ની મહામારીને લઈને રાજ્યમાં ચાલતી વિવિધ કામગીરીને લઈ સરકાર દ્વારા સામાન્ય લોકોને સાચી હકીકતો આપવાનો પ્રયાસ થતો હતો પરંતુ છેલ્લા 10–15 દિવસમાં ફેસબુક લાઈવ દરમિયાન લોકો જ વિવિધ પ્રશ્નો પૂછવા લાગતા એ પણ એકાએક બંધ કરી દેવામાં આવ્યું છે. કેમકે પ્રજા પણ રાજ્યમાં ટેસ્ટિંગ ઘટાડવા, મૃત્યુદર, વધતા કેસો, લોકડાઉનમાં અપાતી છૂટછાટ, સરકારની જવાબદારીઓ તેમજ કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.


કોરોના સિવાયની કામગીરી પર સરકારનું ધ્યાન
રાજય સરકાર દ્વારા કોરોના એકિઝટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં કોરોના સિવાયની તમામ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ તબક્કે કોરોના સિવાયની વિવિધ પ્રવૃતિઓની ફોકસ કરવાની સાથે ધીમે ધીમે આ બ્રિફિંગ પણ બંધ કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post