• Home
  • News
  • લિન્ચિંગ શબ્દ બહારથી આવ્યો, સ્વયંસેવકોને આવી ઘટનાઓ સાથે કોઈ સબંધ નથીઃ ભાગવત
post

વિજયાદશમીના પ્રસંગ પર મંગળવારે નાગપુર સ્થિત સંઘના મુખ્યાલયમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-08 14:20:36

નાગપુરઃ વિજયાદશમીના પ્રસંગ પર મંગળવારે નાગપુર સ્થિત સંઘના મુખ્યાલયમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજા કરી હતી. સ્વયંસેવકોએ પથ સંચાલન કર્યું હતું. આ દરમિયાન ભાગવતે કહ્યું કે અનુચ્છેદ 370 હટાવીને સરકારે સાબિત કર્યું કે કઠોર નિર્ણય લેવા માટે તે પ્રતિબદ્ધ છે. લિન્ચિંગને લઈને તેમણે કહ્યું કે આ શબ્દ પશ્ચિમી દેશોમાંથી આપણે ત્યાં આવ્યો અને આપણી પર થોપવામાં આવી રહ્યો છે. તેને લઈને ભારતને વિશ્વમાં બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સંઘનું નામ લિન્ચિંગની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યું છે, જ્યારે સંઘના સ્વયંસેવકોને આવી ઘટનાઓ સાથે કોઈ સબંધ હોતો નથી.

ભાગવતે સ્વયંસેવકોને સંબોધિત કરીને કહ્યું કે ભારત ચૂંટણીમાં વિશ્વમાં બધા માટે રુચિનો વિષય છે કે કઈ રીતે આટલી મોટી ચૂંટણી કરાવી શકાય છે. 2014માં જે પરિવર્તન આવ્યું હતું, તે શું ગત સરકાર માટે નેગેટિવ ફોલઆઉટ હતું કે પછી લોકો પોતે જ ફેરફાર ઈચ્છતા હતા.

તેમણે કહ્યું કે આ દેશના લોકોએ પ્રત્યક્ષ ચૂંટણી માટે નિર્ણય કર્યાે, તેના કારણે તે પરિપકવ થઈ છે. લોકોએ 2014ની અપેક્ષાની સરખામણીમાં સરકારને આ વખતે વધુ બહુમતી આપી. એ પણ સાબિત થયું કે સરકાર અનુચ્છેદ 370 હટાવવા જેવો કઠોર નિર્ણય લેવા પ્રતિબદ્ધ છે. સરકારે આ નિર્ણય લોકસભા અને રાજયસભમાં ચર્ચાના માધ્યમથી લીધો. તમામ પક્ષોએ તેને સમર્થન પણ આપ્યું, વડાપ્રધાનનું આ કાર્ય અભિનંદનને પાત્ર છે.

ભાગવતે કહ્યું કે માર્ગના અડચણો અને અમને રોકવાની ઈચ્છા રાખનારી શક્તિઓના કારનામા હજી સમાપ્ત થયા નથી. આપણી સામે કેટલાક સંકટ છે, જેનો ઉપાય આપણે કરવાનો છે. કેટલાક સવાલ છે, જેના ઉતર આપણે કરવાના છે અને કેટલીક સમસ્યાઓ છે, જેનું નિદાન કરીને આપણે તેને ઉકેલવાન છે.

ભાગવતે કહ્યું કે આપણી ભૂમિ સીમા અને જળ સીમીઓ પર સુરક્ષા સતર્કતા પહેલા કરતા સારી છે. માત્ર ભૂમિ સીમા પર રક્ષક અને ચોકીઓની સંખ્યા અને જળ સીમા પર(દ્વીપો વાળા ટાપુઓની) દેખરેખમાં વધારો કરવો પડશે. દેશની અંદર પણ ઉગ્રવાદી હિંસામાં ઘટાડો આવ્યો છે. ઉગ્રવાદીઓના આત્મસમર્પણની સંખ્યા પણ વધી છે. છેલ્લા થોડા વર્ષમાં ભારતના વિચારની દિશામાં એક પરિવર્તન આવ્યું છે. તેને ન પ્રેમ કરનાર વ્યક્તિઓ વિશ્વમાં અને ભારતમાં પણ છે. ભારતને આગળ વધતો જોવો તે જેના સ્વાર્થો માટે ભય પેદા કરે છે, એવી શક્તિઓ પણ ભારતને દ્રઢતા અને શક્તિઓથી સંપન્ન થવા દેવા માંગતી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post