• Home
  • News
  • Bhuj Teaser: અજય દેવગનના દમદાર ડાયલોગ સાથે રિલીઝ થયું ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાનું ટીઝર
post

અજયે ટીઝરને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતા લખ્યુ- અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ. ફિલ્મનું ટ્રેલર કાલે રિલીઝ થશે. ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે માત્ર ડિઝ્ની+હોટસ્ટાર પર રિલીઝ થશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-12 11:17:52

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગને પોતાની આગામી એક્શન ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'નું (bhuj the pride of india) ટીઝર શેર કર્યુ છે. અજયની પોસ્ટ બાદ ફિલ્મના ટીઝરને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે. તેમાં એક્શન, ફાઇટ સીન્સ અને શાનદાર ડાયલોગની ઝલક જોવા મળી છે. તો ફેન્સ ટીઝર જોયા બાદ હવે ટ્રેલરની રાહ જોઈ રહ્યાં છે. 

અજય દેવગને શેર કર્યુ ફિલ્મનું ટીઝર
અજયે ટીઝરને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતા લખ્યુ- અત્યાર સુધીની સૌથી મોટી લડાઈ. ફિલ્મનું ટ્રેલર કાલે રિલીઝ થશે. ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે માત્ર ડિઝ્ની+હોટસ્ટાર પર રિલીઝ થશે. 

કંઈક આ પ્રકારે છેઃ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાનું ટીઝર
આ ટીઝરની શરૂઆતમાં ભારતીય તિરંગો જોવા મળે છે. ત્યારબાદ 1971માં ગુજરાતના ભુજમાં એક યુદ્ધના દ્રશ્યની ઝલક દેખાડવામાં આવી છે. ટીઝરમાં અજય દમદાર ડાયલોગ બોલે છે. તે કહે છે, 'મારા મરવાનો માતમ ન કરવો, મેં ખુદ શહીદી પસંદ કરી છે. હું જીવુ છું મરવા માટે, મારૂ નામ સિપાહી.' આ ટીઝરમાં અજય સિવાય ફિલ્મના મુખ્ય કલાકાર સંજય દત્ત, નોરા ફતેહી અને સોનાક્ષી સિન્હાની ઝલક દેખાડવામાં આવી છે. 

13 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ
મહત્વનું છે કે ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત, એમી વિર્ક, સોનાક્ષી સિન્હા, શરદ કેલકર અને નોરા ફતેહી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા' ની આવી છે સ્ટોરી
દેશભક્તિની ભવનાથી પ્રેરિત આ ફિલ્મની કહાની સ્ક્વાડ્રન લીડર વિજયની આજુબાજુ ફરે છે, જે 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા. વિજય અને તેની ટીમે મહિલાઓની સહાયતાથી ભુજમાં નષ્ટ થઈ ગયેલા આઈએએફ એરબેઝનું ઓછા સમયમાં પુનર્નિર્માણ કર્યું હતું. મહત્વનું છે કે આ હુમલામાં એરબેઝ નષ્ટ થઈ ગયું હતું, જેને વિજયે 300 મહિલાઓની મદદથી પુનર્નિમાણ કર્યું હતું. તેને ભારતની પર્લ હોર્બર મોમેન્ટ કહેવામાં આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post