• Home
  • News
  • ભારતને 'ગંદુ' કહેવા પર બાઈડેન ભડક્યાં, કહ્યું- ટ્રમ્પ એ પણ જાણતા નથી કે મિત્રો સાથે કેવી રીતે વાત કરવામાં આવે છે
post

ડેમોક્રેટીક કેન્ડિડેટ બાઈડેને ટ્વિટ કર્યું- ડોનાલ્ડ ટ્રમ્પને વૈશ્વિક મુદ્દાની બિલકુલ સમજ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:16:08

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના આઠ દિવસ અગાઉ ડેમોક્રેટીકના ઉમેદવાર જો બાઈડેને રિપબ્લિક કેન્ડિડેટ તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્રમ્પ દ્વારા ભારતને ગંદુ ગણાવ્યુ તે અંગે નારાજગી દર્શાવી હતી. તેમણે કહ્યું છે કે ટ્રમ્પને એ પણ ખબર નથી કે મિત્રો સાથે કેવી રીતે વાત કરવામાં આવે છે? બાઈડેને કહ્યું કે ટ્રમ્પની વૈશ્વિક મુદ્દાને લઈ સમજ ખરાબ છે.

હકીકતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રેસિડેન્સિયલ ડિબેટમાં ભારતને ગંદુ કહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિની ડેમોક્રેટીક કેન્ડિડેટ કમલા હેરિસનો ઉલ્લેખ કરતા બાઈડેને ટ્વિટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને ગંદો કહ્યો હતો. તેઓ જાણતા નથી કે દોસ્તો સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ અને જલવાયુ પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોને કેવી રીતે ઉકેલી શકાય. કમલા હેરિસ અને હું મારા પાર્ટનરશિપને ઘણુ મહત્વ આપી છીએ.

શુક્રવારે યોજાયેલી ડિબેટમાં બીજી વખત ચૂંટણી લડી રહેલા ટ્રમ્પે ભારતની હવાને ગંદી કહેતા પેરિસ એગ્રીમેન્ટમાંથી નિકળવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરવા માટે ફ્રાંસની રાજધાની પેરિસમાં 195 દેશો વચ્ચે ક્લાઈમેન્ટ સમજૂતી કરવામાં આવી હતી. સમજૂતીમાં વિશ્વભરના તાપમાનમાં વૃદ્ધિને 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી દર્શાવી
રોયટર્સના મતે ડિબેટમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત જુઓ. તે કેટલો ગંદો છે. ત્યાંની હવા ગંદી છે. જોકે ટ્રમ્પની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે ટિપ્પણીએ ભારતમાં ફરી હવાના પ્રદૂષણની સમસ્યાને દર્શાવે છે.

પેરિસ સમજૂતીને પગલે નોકરીઓ ખતમ કરી શકાય નહીં
તેમણે કહ્યું હતું કે પેરિસ સમજૂતીને લીધે તે દેશમાં લોકો નોકરીઓ અને હજારો કંપનીને બંધ કરી શકતા નથી. આ બાબત યોગ્ય નથી. આગામી મહિને 2+2 મીટિંગ માટે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક એસ્પર ભારત આવનારા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post