• Home
  • News
  • મોટા ભાઈએ ગેમ પલટી, રેસલર્સ કૂણાં પડ્યાં:ચિત ભી મેરી, પટ ભી મેરી ચાણક્યની સોગઠી; સાક્ષી-બજરંગ અને વિનેશ નોકરી પર પરત ફર્યાં, કહ્યું- લડત ચાલુ રહેશે
post

એક દિવસ પહેલાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-05 19:19:55

રેવાડી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં સામેલ રેસલર સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ નોકરી પર પરત ફર્યાં છે. ત્રણેય રેલવેમાં નોકરી કરે છે. રેલવે પબ્લિક રિલેશનના ડિરેક્ટર જનરલ યોગેશ બાવેજાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ભાસ્કરને જણાવ્યું હતું કે ત્રણેય આજે ફરજમાં જોડાયાં છે.

સાક્ષી, બજરંગ અને વિનેશ ફોગાટ રવિવારે સાંજે જ ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતાં. આ બેઠક લગભગ 2 કલાક ચાલી હતી. અમિત શાહે કુસ્તીબાજોને આશ્વાસન આપ્યું કે કાયદો બધા માટે સમાન છે, કાયદાને એનું કામ કરવા દો.

આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિજભૂષણ પર યૌનશોષણનો આરોપ લગાવનાર સગીર કુસ્તીબાજે પોતાની ફરિયાદ પાછી ખેંચી છે. દાવા મુજબ, સગીરે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. સગીરાએ બ્રિજભૂષણ પર અયોગ્ય રીતે સ્પર્શ કરવા અને તેની ટી-શર્ટ ઉતારવા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. જોકે દિલ્હી પોલીસ દ્વારા તેની ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. સગીરાના પિતાએ આ સમાચારને ખોટા ગણાવતા મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

સગીર કુસ્તીબાજની ઉંમર અંગે તપાસ શરૂ

સગીર કુસ્તીબાજની ઉંમરને લઈને પણ વિવાદ છે. યુવતીના કાકાએ દાવો કર્યો હતો કે તેની ઉંમર 18 વર્ષથી વધુ છે. આ મામલે દિલ્હી પોલીસની એક ટીમ પણ રોહતક આવી હતી. શાળામાં રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી.

સગીર કુસ્તીબાજ અને તેનાં માતા-પિતાએ થોડા દિવસો પહેલાં હરિદ્વારમાં હર કી પૌરીમાં સાક્ષી મલિક, વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા સાથે મેડલ ગંગામાં વહાવવાની ના પાડી હતી. પિતા પણ કોઈને મળવા તૈયાર નથી તેમજ તેઓ પોતાનું લોકેશન પણ જણાવતા નથી.

અમિત શાહે કુસ્તીબાજોને કહ્યું, કાયદાને એનું કામ કરવા દો

યૌનશોષણના આરોપોનો સામનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના આઉટગોઇંગ પ્રેસિડન્ટ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. દિલ્હી પોલીસે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધી છે, જેમાં એક FIR સગીર કુસ્તીબાજના આરોપોના આધારે POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઑફેન્સ) એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે રાત્રે 11 વાગ્યે શરૂ થયેલી મિટિંગ બે કલાકથી વધુ ચાલી હતી અને એમાં પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, સંગીતા ફોગાટ અને સત્યવર્ત કાદિયન હાજર હતાં.

કુસ્તીબાજોએ એક સગીર સહિત સાત મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકનાર બ્રિજભૂષણ શરણ સિંહ સામે નિષ્પક્ષ તપાસ અને ત્વરિત કાર્યવાહીની માગ કરી હતી. અમિત શાહે કુસ્તીબાજોને આશ્વાસન આપ્યું કે કાયદો બધા માટે સમાન છે, કાયદાને એનું કામ કરવા દો. સૂત્રોનું કહેવું છે કે કુસ્તી મહાસંઘના વડા સામે કાર્યવાહી કરવા માટેની પાંચ દિવસની સમયમર્યાદા પૂરી થઈ જતાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ અમિત શાહ સાથે બેઠકની માગ કરી હતી.

બ્રિજભૂષણને રાહત મળી શકે છે
સગીર કુસ્તીબાજ ફરિયાદ પાછી ખેંચાઈ જાય છે તો બ્રિજભૂષણ પાસેથી POCSO એક્ટ હટાવી દેવામાં આવશે. આવી સ્થિતિમાં છેડતીનો કેસ બચી જશે અને તેની ધરપકડ કરવાની જરૂર નહીં રહે.

 

adv

Related News

post
post
post
post
post
post
post