• Home
  • News
  • ચેન્નાઈ ચોથું ટાઇટલ જીતવાની તૈયારીમાં:કેપ્ટન ધોની માટે મોટો પડકાર, ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર સુરેશ રૈના અને વિકેટ લેનાર હરભજન સિંહ નહીં રમે
post

CSK માટે સુરેશ રૈનાએ સૌથી વધુ 5368 રન બનાવ્યા છે, જ્યારે હરભજને 150 વિકેટ લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 12:28:34

IPLની આ સીઝનમાં ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સામે ચોથીવાર ટાઇટલ જીતાડવાનો પડકાર છે. IPLની ઓપનિંગ મેચમાં 19 સપ્ટેમ્બરે CSK ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ સામે ટકરાશે. ગયા મહિને 15 ઓગસ્ટના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ છે. આ વખતે સુરેશ રૈના અને હરભજન સિંહની ગેરહાજરીમાં CSK માટે સફર સરળ નહીં રહે. બંને પારિવારિક કારણોસર આ વખતે રમવાના નથી.

રૈના ચેન્નાઈ માટે સૌથી વધુ 5368 રન બનાવનાર બેટ્સમેન છે, તો હરભજન સૌથી વધુ 150 વિકેટ લેનાર બોલર છે. તેમજ દોતબ બોલ ફેંકવાના મામલે IPLનો સૌથી સફળ બોલર છે. તેણે 1249 ડોટ બોલ નાખ્યા છે.

2010માં ચેન્નાઈ પહેલીવાર ચેમ્પિયન બની, રૈના ટોપ સ્કોરર રહ્યો
રૈના ટીમ માટે કેટલો મહત્વનો છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, જ્યારે ટીમ 2010માં પહેલીવાર ચેમ્પિયન બની ત્યારે તે જ ટોપ સ્કોરર હતો. તે સીઝનમાં રૈનાએ 520 રન બનાવ્યા હતા.તે સિવાય IPLની પહેલી સીઝનમાં ટીમ રનરઅપ રહી હતી, ત્યારે પણ રૈનાએ સૌથી વધુ 421 રન બનાવ્યા હતા. 2012માં ટીમ ફાઇનલ રમી અને ફરી એકવાર રૈનાનું બેટ બોલ્યું હતું. 441 રન સાથે તે ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

ચેન્નાઈની ટીમ:મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઇમરાન તાહિર, લુંગી ગિડી, ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, પીયુષ ચાવલા, નારાયણ જગદિશન, મિશેલ સેંટનર, કેએમ આસિફ, શાર્દુલ ઠાકુર, સાંઇ કિશોર, ફાફ ડુ પ્લેસિસ, મોનુ કુમાર, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, સેમ કરન, કર્ણ શર્મા.