• Home
  • News
  • મહિલાઓ પર કેન્દ્રિત ઘણી ફિલ્મો લાઈનમાં, 26 કરોડ રૂપિયા ફી સાથે દીપિકા સૌથી મોંઘી એક્ટ્રેસ
post

‘પિન્ક’, ‘મણિકર્ણિકા’ વગેરે જેવી ફિલ્મોએ મહિલાઓની ટ્રેડિશનલ ઇમેજને તોડી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 10:53:36

થોડા સમય પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને કહ્યું હતું કે હવે દિવસ દૂર નથી જ્યારે મહિલા પ્રધાન ફિલ્મો 200થી 500 કરોડ સુધીનો બિઝનેસ કરશે. દેશમાં હવે મહિલા પ્રધાન ફિલ્મોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલમાં રિલીઝ થયેલ દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મછપાક’, સિવાય કંગના રનૌત સ્ટારરપંગા’, વિદ્યા બાલન સ્ટારરશકુંતલા દેવી’, પરિણીતી સ્ટારર સાયના નેહવાલની બાયોપિક જેવી ફિલ્મો રિલીઝ થવાની છે.

બીજી બાજુ ફિલ્મો માટે એક્ટ્રેસને મળતી ફીમાં પણ વધારો થયો છે. એક્સપર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણ એક ફિલ્મ માટે અંદાજે 26 કરોડ રૂપિયા ફી લે છે. ‘થલાઈવીફિલ્મ માટે કંગના રનૌતે 25 કરોડ રૂપિયા ફી લીધી છે. ફિલ્મોના સ્ક્રિપ્ટ એડવાઈઝર સંજય માસુમનું કહેવું છે કે હવે જમાના ગયા જ્યાં ફિલ્મ માટે હીરો જોઈતો હતો. દરેક પ્રકારની ઓડિયન્સ છે.

ફિલ્મ સુપરવાઇઝર કેતન જોશીએ જણાવ્યું કેપિન્ક’, ‘મણિકર્ણિકાવગેરે જેવી ફિલ્મોએ મહિલાઓની ટ્રેડિશનલ ઇમેજને તોડી છે. ફિલ્મમેકર શાલિની ઠાકરેનું કહેવું છે કે તેઓ હિન્દીમાં વીમેન સેન્ટ્રિક ફિલ્મો બનાવવા ઈચ્છે છે અને બનાવશે. તેમનું કહેવું છે કેલવ સોનિયાજેવી ફિલ્મોની સફળતાથી હિન્દીમાં આવી ફિલ્મો બનાવવા માટે તેમની હિંમત વધી ગઈ છે.

adv

Related News

post
post
post
post
post
post
post