• Home
  • News
  • બાઇડનના વ્હાઇટ હાઉસ પહોંચવામાં કાળાં નાણાંની મોટી ભૂમિકા, 11 હજાર કરોડના ડોનેશનમાંથી તેમને 1050 કરોડ રૂપિયા અજાણ્યા લોકોથી મળ્યા
post

ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટણી અભિયાનમાં રેકોર્ડ પૈસા મળ્યા, એનાથી સત્તાનો માર્ગ મોકળો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 12:02:40

અમેરિકામાં જો બાઇડનના રાષ્ટ્રપતિ બનવા પાછળ અજાણ્યા દાનદાતાઓની પણ ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. બાઇડનને દાનદાતાઓ તરફથી રેકોર્ડબ્રેક ડોનેશન મળ્યું. આ ડોનેશને કેવી રીતે બાઇડનને વ્હાઈટ હાઉસ પહોંચવાનો માર્ગ મોકળો કર્યો એના વિશે લોકો કદાચ જાણી જ નહીં શકે. બાઇડનના સફળ ચૂંટણી અભિયાન દરમિયાન કથિતરૂપે 14.5 કરોડ ડોલર(આશરે 1050 કરોડ)નું બેહિસાબ ડોનેશન મળ્યું. જોકે ડેમોક્રેટ્સ માટે વર્ષોથી ડોનેશન એકઠું કરવું મુશ્કેલ રહ્યું છે.

બાઇડને આ મામલે લીડ મેળવતા પહેલીવાર 150 કરોડ ડૉલર(આશરે 10,950 કરોડ રૂ.) ડોનેશન એકઠું કર્યું. બીજી બાજુ, ચૂંટણી અભિયાન વખતે ટ્રમ્પે જે ડોનેશન મળ્યું તેમાંથી 2.84 કરોડ ડૉલર(આશરે 208 કરોડ રૂ.) અજાણ્યા લોકો તરફથી મળ્યાં. અગાઉ અજાણ્યાં લોકો તરફથી ડોનેશનનો રેકોર્ડ 2012માં બન્યો હતો. ત્યારે 11.3 કરોડ ડૉલર(આશરે 825 કરોડ રૂ.)નું બેનામી ડોનેશન રિપબ્લિકન રાષ્ટ્રપતિપદના ઉમેદવાર મિટ રોમનીના સમર્થનમાં આવ્યું હતું.

ડેમોક્રેટ્સએ કહ્યું કે તે ભ્રષ્ટાચાર પર સકંજો કસવા માટે કાળા નાણા પર પ્રતિબંધ મૂકવા માગે છે પણ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવા માટે તે આ સ્ટેન્ડથી પાછળ હટી ગઈ. બાઇડને ચૂંટણી અભિયાન દરમિયાન મળેલા ડોનેશનમાંથી દરેક દાનદાતાએ સરેરાશ 2800 ડૉલર(આશરે 2 લાખ 4 હજાર રૂ.) ડોનેશન આપ્યું. તેમાં 31.86 કરોડ ડૉલર( આશરે 2325 કરોડ રૂ.)ની રકમ 200 ડૉલરથી ઓછું ડોનેશન આપનારા લોકો પાસેથી મળી હતી.

ટ્રમ્પના મુકાબલે બાઈડનને પાંચ ગણું બેનામી ડોનેશન મળ્યું
રાષ્ટ્રપતિ બની ચૂકેલા બાઇડનને ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રમ્પના મુકાબલે 5 ગણું બેનામી ડોનેશન મળ્યું. બાઈડેનની પાર્ટી ડેમોક્રેટિકને ચૂંટણી અભિયાન દરમિયાન કાળાં નાણાંથી 32.6 કરોડ ડૉલર(આશરે 2380 કરોડ)નો ફાયદો થયો. આ સત્તાધારી રિપબ્લિકનને મળેલા 14.8 કરોડ ડૉલરથી(આશરે 1080 કરોડ રૂ.)થી બમણા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post