• Home
  • News
  • મોદી સરકારે તમારી સુરક્ષા માટે ભર્યું મોટું પગલું, 1 એપ્રિલથી દરેક કાર માટે ફરજીયાત
post

હવે સરકાર વાહનોની આગળની સીટના પેસેન્જર્સ માટે એરબેગને ફરજીયાત કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 15:01:20

મોદી સરકારે વાહનોની આગળની સીટના પેસેન્જર માટે એરબેગ (Airbag)ને ફરજીયાત કરી દીધી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (Ministry of Road Transport and Highways) એ શુક્રવારના રોજ કહ્યું કે એરબેગને ફરજીયાત કરવાની જોગવાઇના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન (Gazette Notification) બહાર પાડી દીધું છે. હવે કંપનીઓને નવી કારમાં એપ્રિલથી ડ્રાઇવર અને તેનીબાજુવાળી સીટ માટે એરબેગ લગાવવી જ પડશે.   મોટર વાહનોમાં જ્યારે અકસ્માત થાય છે તો સૌથી વધુ ખતરો આગળની સીટ પર બેસનારા લોકોને જ હોય છે. જો મોટર વાહનોની સામ-સામે ટક્કર થાય છે તો આગળની સીટો પર બેઠેલા લોકોના જીવને વધુ જોખમ હોય છે. આ સ્થિતિને ટાળવા માટે સરકારે હવે મોટર વાહનોમાં આગળની સીટ પર એરબેગને ફરજીયાત કરી દીધી છે.  એપ્રિલ 2021 કે ત્યારબાદ બનતા વાહનો પર લાગૂ થશે.

નોટિફિકેશન થઇ ગયું રજૂ

હવે સરકાર વાહનોની આગળની સીટના પેસેન્જર્સ માટે એરબેગને ફરજીયાત કરી દીધી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે શુક્રવારના રોજ કહ્યું કે એરબેગને ફરજીયાત કરવાની જોગવાઇના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન રજૂ કરી દેવાયું છે.

ડ્રાઇવરની સાથે બેસનાર માટે પણ એરબેગ જરૂરી

મંત્રાલયે નિવેદન રજૂ કરીને કહ્યું કે વાહનોમાં આગળ ડ્રાઇવરની સીટની સાથે બેસનાર પેસેન્જર્સ માટે એરબેગને ફરજીયાત કરવાના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન રજૂ કરી દેવાયું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાય છે. સુપ્રીમ કોર્ટની રસ્તા સુરક્ષા પર સમિતિ આ અંગે ભલામણ કરી હતી.

કયારથી લાગૂ થશે
મંત્રાલયે કહ્યું કે એપ્રિલ, 2021ના પહેલાં દિવસે કે ત્યારબાદ બનેલા વાહનોમાં આગળની સીટ માટે એરબેગ જરૂરી હશે. તો જૂના વાહનોના સંદર્ભમાં 31 ઑગસ્ટ, 2021થી હાલના મોડલોમાં આગળની ડ્રાઇવરની સીટની સાથે એરબેગ લગાવી ફરજીયાત હશે. આ પગલાંથી અકસ્માતની સ્થિતિમાં પેસેન્જરની સુરક્ષા સુનિશ્ચિત થઇ શકશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post