સ્કૂલનાં વિદ્યાર્થીઓ સહિત બોર્ડમાં 11 લોકો હતા; 7ને બચાવ્યા
શ્રીનગરL: મંગળવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ
હતી. આ બોટમાં સ્કૂલના બાળકો સહિત 11 લોકો હતા. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, 7 લોકોને બચાવી લેવાયા
છે. આ બોટ દરરોજ લોકોને લઈને ગાંદરબલથી બટવારા જાય છે. છેલ્લાં 48 કલાકમાં ભારે વરસાદને
કારણે જેલમના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે બોટ પલટી ગઈ હતી. અકસ્માત બાદ તરત જ
સ્થાનિક ખલાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડી વાર પછી પોલીસ અને SDRFની ટીમ પણ બચાવમાં લાગી
ગઈ.
મૃત્યુ પામનારમાં 2 મહિલાઓ
બચાવાયેલા 7 લોકોમાંથી 3ની સારવાર ચાલી રહી છે. માર્યા ગયેલાઓમાં શબીર અહેમદ (26), ગુલઝાર અહેમદ (41), 32 અને 18 વર્ષની બે મહિલાઓનો
સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત
કર્યો છે.
લોકો દરરોજ બોટ દ્વારા
જેલમ પાર કરતા હતા
સ્થાનિક બોટ માલિકો દરરોજ લોકોને ગાંદરબલથી બટવારા લઈ જાય છે. આજે જે બોટ પલટી
ગઈ તેમાં શાળાના બાળકો, તેમના માતા-પિતા અને મજૂરોનો સમાવેશ થાય છે. આ લોકો દરરોજ આવી જ બોટમાં જેલમ
નદી પાર કરતા હતા.