• Home
  • News
  • આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક:ડ્રગ કેસના પંચ સાક્ષી પ્રભાકર સેઈલનું મૃત્યુ, NCB પર આર્યનને છોડવા માટે લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો
post

પ્રભાકરના આરોપ પછી NCBની વિઝિલન્સ વિંગે 4 સભ્યોની ટીમ બનાવીને કેસમાં તપાસ શરૂ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-02 16:17:25

મુંબઈ: કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના પંચ અને સાક્ષી રહેલા પ્રભાકર સઈલનું મોડી રાત્રે નિધન થઈ ગયું છે. તેના વકીલ તુષાર ખંડારેના અનુસાર, ચેમ્બુરના માહુલ વિસ્તારમાં આવેલા તેના ઘરે જ હાર્ટ અટેક આવતા તેનું નિધન થયું.પ્રભાકર સેઈલના મૃતદેહને આજે અંધેરીમાં તેના ઘરે લાવવામાં આવશે. ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કોણ હતો પ્રભાકર સઈલ?
સ્વતંત્ર સાક્ષી, પ્રભાકર સેલે દાવો કર્યો હતો કે તે કેપી ગોસાવીનો પર્સનલ બોડીગાર્ડ હતો. કેપી ગોસાવી તે જ છે જેની આર્યન ખાનની સાથે સેલ્ફી સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ હતી. એટલું જ નહીં પ્રભાકર સેલે એફિડેવિટમાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર પણ આરોપ લગાવ્યા હતા. સેઈલનું કહેવું હતું કે વાનખેડે કેસના સ્વતંત્ર સાક્ષીઓને ખરીદવા માગે માગતો હતો.

તેના આ આરોપ પછી આ કેસમાં NCBની SITની એન્ટ્રી થઈ અને સમીર વાનખેડેને આ કેસમાંથી અલગ કરવામાં આવ્યો. પ્રભાકરના આરોપને આધાર બનાવીને મહારાષ્ટ્ર સરકારે લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકે પણ સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. આ રીતે પ્રભાકરના મોત બાદ હવે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં છે.

પ્રભાકરે લગાવ્યા હતા આ આરોપો
આર્યન ડ્રગ્સ કેસમાં પ્રભાકર NCBનો સ્વતંત્ર સાક્ષી હતો. તેનો દાવો હતો કે દરોડા દરમિયાન તે પણ ક્રૂઝ પર હાજર હતો. પ્રભાકરે દાવો કર્યો હતો કે NCBએ પંચનામાના પેપર બતાવીને તેની પાસેથી બળજબરીથી સહી કરાવી હતી. તેને આર્યન કે અન્ય કોઈની ધરપકડ વિશે ખબર નહોતી.

પ્રભાકરે આરોપ લગાવ્યો હતો કે તેણે ગોસાવીને ફોન પર ડિસૂઝાને રૂ. 25 કરોડની માગણી વિશે વાત કરતા સાંભળ્યો હતો અને કેસ 18 કરોડમાં નક્કી થયો હતો કેમ કે તેને 8 કરોડ રૂપિયા સમીર ખાનખેડેને આપવાના હતા.

પ્રભાકરના આરોપ પછી NCB તપાસ કરી રહી છે
પ્રભાકરના આરોપ પછી NCBની વિઝિલન્સ વિંગે 4 સભ્યોની ટીમ બનાવીને કેસમાં તપાસ શરૂ કરી હતી. સમીર વાનખેડે તપાસ ટીમની સમક્ષ પોતાની પક્ષ રાખ્યો હતો. તપાસ દરમિયાન વિઝિલન્સ ટીમે મુંબઈ પોલીસ પાસેથી મદદની અપીલ કરતા, મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને પ્રભાકર સેઈલને NCB વિઝિલન્સ ટીમ સમક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બે દિવસ સુધી બોલાવવા પર પણ પ્રભાકર હાજર થયો નહોતો. NCBની વિજિલન્સ ટીમ આ કેસમાં કેટલાય સ્વતંત્ર સાક્ષીઓની તપાસ કરી ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post