• Home
  • News
  • Bigg Boss 17: શું અંકિતા લોખંડે અને વિક્કી જૈનના ડિવોર્સ થવાના છે? એક્ટ્રેસે લીધો આ નિર્ણય
post

બિગ બોસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અંકિતા હવે વિક્કીથી દૂર થવાની વાત કહી રહી

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 19:09:24

ટીવીનો મોસ્ટ પોપ્યુલર શો બિગ બોસ 17માં અંકિતા લોખંડે અને વિક્કી જૈન ઝઘડતા નજર આવી રહ્યા છે. વિક્કી અને અંકિતા જ્યારથી શો માં આવ્યા છે બંને વચ્ચે કોઈકને કોઈક કારણસર ઝઘડા થતા જ રહે છે. તાજેતરમાં જ એક એપિસોડમાં જોવા મળ્યુ હતુ કે વિક્કીએ ગુસ્સામાં અંકિતા પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઘરના લોકોને આને ખૂબ મોટો મુદ્દો બનાવ્યો હતો. દરમિયાન બાબતો ઠીક થવાના બદલે અંકિતા લોખંડે અને વિક્કી જૈન વારંવાર ઝઘડતા નજર આવી રહ્યા છે. શો માં બંને વચ્ચે ઘણી બાબતો બગડતી જોવા મળી રહી છે. દરમિયાન હવે એક્ટ્રેસે એક ખૂબ નવાઈ લાગે તેવો નિર્ણય લીધો છે.

અંકિતા લોખંડે વિક્કીથી અલગ થવા ઈચ્છે છે

બિગ બોસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અંકિતા હવે વિક્કીથી દૂર થવાની વાત કહી રહી છે અને આ વાત દરેકને ચોંકાવી રહી છે. જોકે બિગ બોસના એક ફેન પેજ અનુસાર અંકિતાએ વિક્કી સાથે પોતાનો સંબંધ તોડી દીધો છે. હવે અંકિતા વિક્કીથી દૂર રહેવા માંગે છે અને આગામી એપિસોડમાં આ જોવા મળશે.

વિક્કીથી પરેશાન અંકિતા

બિગ બોસમાં આ દરમિયાન મનારા ચોપડા-મુનવ્વર ફારુકી અને આયશા ખાન પોતાની અલગ ગેમ રમી રહ્યા છે અને અંકિતા-વિક્કીના ઝઘડાથી દરેક પરેશાન થઈ ગયા છે અને લાગે છે કે પોતે એક્ટ્રેસ પણ હવે હાર માની ચૂકી છે. આવુ એક વીડિયોમાં લાગી રહ્યુ છે. તાજેતરમાં જ બિગ બોસના એક નવા એપિસોડનો નવો પ્રોમો મેકર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે જેમાં દર વખતની જેમ અંકિતા અને વિક્કી ઝઘડો કરી રહ્યા છે.

વિક્કી અને અંકિતા કિચનમાં ઊભા થઈને આયશા ખાનની સામે દર વખતની જેમ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે અને આ દરમિયાન અંકિતાનો પારો ચઢી જાય છે અને તે ગુસ્સામાં કહે છે કે 'તારે જે કરવુ હોય, હવે મારુ થઈ ગયુ, હુ તારાથી અલગ છુ. હવે તે તેના જીવનનો ભાગ બનવા માંગતી નથી. તે તેનાથી અંતર રાખવા માંગે છે. આ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં અભિષેક અને અરુણની સામે વિક્કીએ અંકિતા પર હાથ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો.


adv

Related News

post
post
post
post
post
post
post