• Home
  • News
  • બીજા તબક્કાના 188 ઉમેદવારોનું એનાલિસિસ:NDAમાં કરોડપતિ તો મહાગઠબંધનમાં ક્રિમિનલ કેસ વાળા વધુ; કોંગ્રેસના અનુનય સૌથી અમીર
post

ક્રિમિનલ ઉમેદવારઃ 188માંથી 104 પર ગુનાહિત કેસ નોંધાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 16:13:34

બિહારમાં બીજા તબક્કાના નોમિનેશન થઈ ચુક્યા છે. બીજા તબક્કાની 94 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન થશે. આમ તો આ 94 બેઠકો પર ઘણા ઉમેદવારો છે, પણ સીધી લડાઈ જે બે ગઠબંધનો વચ્ચે છે, તે મહાગઠબંધન અને NDA છે. અમે બન્ને ગઠબંધનોના 188 ઉમેદવારોના સોગંદનામાનું એનાલિસિસ કર્યું. આ 188 કેન્ડિડેટ્સમાંથી 144 કરોડપતિ છે. સાથે જ આમાંથી 104 પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

કરોડપતિ ઉમેદવારઃ188માંથી 144 પાસે 1 કરોડથી વધુ સંપત્તિ
NDA
અને મહાગઠબંધનના 188માંથી 144, એટલે કે 77% ઉમેદવારે એવા છે, જેમની પાસે 1 કરોડ અથવા તેનીથી વધુની સંપત્તિ છે. આ હિસાબથી માત્ર 44 ઉમેદવાર જ કરોડપતિ નથી.આમાથી NDAના મોટાભાગના ઉમેદવાર કરોડપતિ છે. NDAના 94માંથી 79 એટલે કે 84% અને મહાગઠબંધનના 65 એટલે કે 69% ઉમેદવાર કરોડપતિ છે.

 

કોંગ્રેસના અનુનય સિન્હા સૌથી વધુ અમીર છે. તેમની પાસે 46.10 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાંથી 44.23 કરોડ રૂપિયાની અસ્થિર અને 1.86 કરોડ રૂપિયાની સ્થિર સંપત્તિ છે. અનુનય મુઝફ્ફરપુરની પારુ બેઠકથી લડી રહ્યાં છે. અનુનય પછી જે સૌથી અમીર છે, તે પણ કોંગ્રેસના જ છે. ભાગલપુર બેઠકથી જ કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્મા પાસે 40.27 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જો કે, ગત વખતની તુલનામાં તેમની સંપત્તિ થોડીક ઘટી છે. 2015માં તેમની પાસે 40.57 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.

ક્રિમિનલ ઉમેદવારઃ 188માંથી 104 પર ગુનાહિત કેસ નોંધાયેલા છે
ચોખ્ખા રાજકારણની ભલે ગમે તેટલી વાત થઈ જાય પણ ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ કલંકિતોને જરૂર ઉતારે છે. બીજા તબક્કામાં મહાગઠબંધન અને NDAના 188માંથી 104, એટલે કે 55%થી વધુ ઉમેદવાર પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે.

કલંકિત ઉમેદવારોને ઉતારવામાં મહાગઠબંધન આગળ છે. મહાગઠબંધનના 94માંથી 59(63%) ઉમેદવાર અને NDAના 45(48%) ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. RJDના રિતલાલ યાદવ પર સૌથી વધુ 14 કેસ નોંધાયેલા છે. રિતલાલ દાનાપુર બેઠક ચૂંટણી લડી રહ્યા છે. તેમની પર હત્યા, હત્યાનો પ્રયાસ, મની લોન્ડરિંગ જેવા કેસ છે. જો કે, કોઈ પણ કેસમાં તેમને દોષી નથી ઠેરવાયા.

બીજા નંબરે મટિહાનીથી JDUના ઉમેદવાર નરેન્દ્ર કુમાર સિંહ ઉર્ફ બોગો સિંહ છે, જેમની પર 13 કેસ નોંધાયેલા છે. જો કે, તેમની પર મોટાભાગના કેસ આચાર સંહિતાના ઉલ્લંઘનના છે.

adv

Related News

post
post
post
post
post
post
post