• Home
  • News
  • Bihar Politics : 2025 પહેલા નીતિશ-તેજસ્વી સરકાર પડી જશે...સુશીલ મોદીએ કરી ભવિષ્યવાણી
post

નીતીશ કુમારે 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, તેમની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-10 18:38:57

પટના: નીતીશ કુમારે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે. તેઓએ 8મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જોકે, ફર્ક માત્ર એટલો છે કે, છેલ્લી વખત તેઓ એનડીએ સાથે ગઠબંધનમાં હતા અને આ વખતે નીતિશ કુમારે મહાગઠબંધન સાથે સરકાર બનાવી છે. નીતીશ કુમારની આગેવાની હેઠળની નવી સરકાર પર બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપ સાંસદ સુશીલ મોદીએ ભવિષ્યવાણી કરી હતી કે, આ સરકાર 2025માં તેમનો કાર્યકાળ પૂરો કરતા પહેલા જ પડી જશે.

સુશીલ મોદી, નીતિશ કુમાર અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદને પાંચ દાયકાથી વધુ સમયથી ઓળખ છે. સાથે જ એમ પણ કહ્યું હતું કે, જેડી(યુ) સુપ્રીમોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના લોકોનું અપમાન કર્યું છે. તેમણે NDAને વોટ આપ્યો હતો. એક પત્રકાર પરિષદને સંબોધતા ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને આરોપ લગાવ્યો હતો કે, નીતિશ કુમાર 'RJD છોડી દેશે અને RJD પ્રમુખ લાલુ પ્રસાદની બીમારીનો ફાટદો ઉઠાવીને તેમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરશે'.

તેમણે JD(U)ના RCP સિંઘ દ્વારા ઘડવામાં આવેલા ષડયંત્રના દાવાને રદિયો આપ્યો હતો અને દાવો કર્યો હતો કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નીતિશ કુમારની સંમતિ મેળવ્યા બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ભાજપના નેતાએ કહ્યું હતું કે, 'અમે જોવા માંગીએ છીએ કે બિહારની નવી સરકાર (RJD નેતા) તેજસ્વી સાથે વાસ્તવિક મુખ્યમંત્રી તરીકે કેવી રીતે કામ કરે છે, તે આગામી ચૂંટણી પહેલા પડી જશે'

 

adv

Related News

post
post
post
post
post
post
post