• Home
  • News
  • Bill અને Melinda Gates ના 27 વર્ષના લગ્નજીવનનો અંત, છૂટાછેડાની જાહેરાત કરતા કહ્યું- 'હવે સાથે ન રહી શકીએ'
post

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 10:54:25

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્નીનો 27 વર્ષના લગ્ન જીવનનો અંત આવી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. એક નિવેદન બહાર પાડીને બિલ અને મેલિન્ડાએ કહ્યું કે અમે અમારા લગ્નને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમને લાગે છે કે અમે જીવનના એવા વળાંક પર આવી ગયા છીએ કે હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી.

ટ્વીટ કરીને આપી જાણકારી
બિલ ગેટ્સે આ અંગે એક ટ્વીટ કરી. જેમાં તેમણે લખ્યું છે કે અમે અમારા સંબંધ પર ખુબ વિચાર કર્યો. છેલ્લે અમે આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો. હવે અમે એક સાથે આગળ વધી શકીએ તેમ નથી. અમે બંને અલગ અલગ પોતાની પ્રાઈવસી ઈચ્છીએ છીએ અને જીવનના એક નવા તબક્કા તરફ આગળ વધવા માંગીએ છીએ. 

આ રીતે થઈ હતી મુલાકાત
ડિવોર્સ બાદ બિલ અને મેલિન્ડા ગેટ્સના આર્થિક સંબંધ કેવા રહેશે, આ અંગે વધુ જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે બંને પરોપકારી કાર્યોમાં લાગેલી સંસ્થા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જેને વર્ષ 2000માં લોન્ચ કરાઈ હતી. બિલ અને મેલિન્ડાની મુલાકાત 1987માં માઈક્રોસોફ્ટમાં થઈ હતી. મેલિન્ડાએ પ્રોડક્ટ મેનેજર તરીકે કંપની જોઈન કરી હતી. બંને વચ્ચે એક બિઝનેસ ડિનરના અવસરે વાતચીત થઈ અને પછી વાત આગળ વધતી ગઈ. 

રસી પર આપ્યું હતું વિવાદિત નિવેદન
પોતાના સંબંધને ખતમ કરવાની જાહેરાત અગાઉ બિલ ગેટ્સે રસી અને વિકાસશીલ દેશો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સ્કાય ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે બિલ ગેટ્સને પૂછવામાં આવ્યું કે શું ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોને બદલવો શક્ય બનશે, જેનાથી કોવિડ રસીનો ફોર્મ્યુલા શેર કરવામાં સક્ષમ થઈ શકાય. જેનો જવાબ આપતા બિલ ગેટ્સે કહ્યું હતું કે 'કોરોના રસીનો ફોર્મ્યુલા વિકાસશીલ દેશોને આપવો જોઈએ નહીં. આ કારણસર વિકાસશીલ અને ગરીબ દેશોએ થોડા સમય રાહ જોવી પડી શકે છે પરંતુ તેમને રસીનો ફોર્મ્યુલા મળવો જોઈએ નહીં.'

 

adv

Related News

post
post
post
post
post
post
post