• Home
  • News
  • બિલ ગેટ્સ 2 વર્ષ પછી ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ, નેટવર્થ 7.89 લાખ કરોડ
post

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ટ બિલ ગેટ્સ બે વર્ષ પછી ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-16 13:20:41

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ટ બિલ ગેટ્સ (64 વર્ષ) બે વર્ષ પછી ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ઓક્ટોબર 2017માં ગેટ્સને પાછળ પાડનાર જેફ બેજોસ શુક્રવારે બીજા નંબરે આવી ગયા હતા. ગેટ્સની નેટવર્થ 110 અબજ ડોલર (7.89 લાખ કરોડ રૂપિયા) છે જ્યારે બેજોસની નેટવર્થ 109 અબજ ડોલર (7.82 લાખ કરોડ રૂપિયા) છે.

માઈક્રોસોફ્ટના શેરમાં થોડા દિવસ પહેલાં આવેલી તેજીનો ફાયદો ગેટ્સને મળ્યો છે. અમેરિકન રક્ષા વિભાગે 25 ઓક્ટોબરે માઈક્રોસોફ્ટને 10 અબજ ડોલરના ક્લાઉડ કોમ્યૂટિંગ કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરી છે. ત્યારથી માઈક્રોસોફ્ટના શેરમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન એમેઝોનના શેરમાં 2 ટકાનો ઘટાડો આવ્યો છે. માઈક્રોસોફ્ટના શેરમાં આ વર્ષે કુલ 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

જેફ બેજોસે તેમની પૂર્વ પત્ની મેકેંજી સાથે ડિવોર્સની જાહેરાત જાન્યુઆરીમાં કરી હતી. એપ્રિલમાં નક્કી થયેલા સેટલમેન્ટ પ્રમાણે જેફ બેજોસે તેમના શેરમાંથી 25 ટકા મેકેંજીને આપ્યા. મેકેંજીને મળેલા શેરની હાલની કિંમત 35 અબજ ડોલર છે. આ શેર બેજોસ પાસે હોત તો તેમની નેટવર્થ 144 અબજ ડોલર હોત અને તેઓ આજે પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હોત.

માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર ચેરિટીના કામ માટે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને અત્યાર સુધી એટલી કિંમતના શેર આપી ચુક્યા છે. તેઓ 1994થી પરોપકારના કામ માટે દાન કરી રહ્યા છે. દાનની રકમને જોડવામાં આવે તો તેમની નેટવર્થ અત્યારે 145 અબજ ડોલર થઈ હોત.

 

adv

Related News

post
post
post
post
post
post
post