• Home
  • News
  • વેક્સિન માટે ભારત પર વિશ્વાસ:બિલ ગેટ્સે કહ્યું, વેક્સિન અંગે રિસર્ચ અને એને મોટે પાયે બનાવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે
post

બિલ ગેટ્સે કહ્યું કે, વેક્સિન તૈયાર થયા પછી મોટા પાયે તેના ઉત્પાદન માટે આખી દુનિયાની નજર ભારત પર હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 16:59:18

અમેરિકન બિઝનેસમેન અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે આશા છે. ગેટ્સે કહ્યું, ભારતમાં થઈ રહેલાં રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગ કોરોના સામે લડવા મહત્ત્વનાં છે. મોટે પાયે વેક્સિન તૈયાર કરવામાં ભારતની મહત્ત્વની ભૂમિકા હશે. તેમણે ગ્રાન્ડ ચેલેન્જીસ એન્યુઅલ મીટિંગ 2020માં આ વાતો કહી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી.

મીટિંગમાં કોરોના વેક્સિન તૈયાર કરવા અને એની સારવારમાં આવી રહેલા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગેટ્સે કહ્યું હતું કે ભારતમાં છેલ્લા બે દાયકામાં સ્વાસ્થ્ય સુધારણા અંગે મોટે પાયે કામ કરવામાં આવ્યાં છે. આગળ પણ તેમની પાસે ઘણી આશાઓ છે.

રિસર્ચર્સે કામ કરવાની રીત બદલી
ગેટ્સે કહ્યું, રિસર્ચર્સે નવા ઢંગથી કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ હવે પોતાનાં રિસર્ચ પબ્લિશ થવાની રાહ નથી જોઈ રહ્યા. તેઓ દરરોજ પોતાનો ડેટા શેર કરી રહ્યા છે. રિસર્ચર્સે મહામારી શરૂ થયા પછી અત્યારસુધીમાં કોરોના વાઈરસના 1 લાખ 37 હજાર જેનોમી સીક્વન્સ બહાર પાડ્યા છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ દવાઓના પ્રોડક્શનમાં મદદ કરી રહી છે. તેઓ એવું કામ કરી રહ્યા જે પહેલાં ક્યારેય નથી કર્યું.

‘MRNA વેક્સિન પાસે આશા છે
વેક્સિન તૈયાર કરવાના પડકારોએ અંગે તેમણે કહ્યું હતું કે MRNA વેક્સિન પાસે ઘણી આશાઓ છે. MRNA વેક્સિન માણસના સેલ (રાઈબોજ ન્યુક્લિક એસિડ)માં હાજર એન્ટિજનની મદદથી કામ કરે છે. વાઈરસ સંક્રમણથી બચવા માટે જરૂરી એન્ટિજન પેદા કરે છે. શક્ય છે કે દુનિયામાં પહેલી વેક્સિન આ ટેક્નિકથી તૈયાર કરવામાં આવે.

માત્ર વેક્સિન તૈયાર કરવી પૂરતી નથી
માત્ર વેક્સિન તૈયાર કરી લેવી જ પૂરતું નહીં હોય. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં પણ મુશ્કેલીઓ આવશે, કારણ કે એના માટે કોલ્ડસ્ટોરેજ ચેઈનની યોગ્ય સુવિધા હોવી જરૂરી છે. આશા છે કે આવનારા સમયમાં MRNA પ્લેટફોર્મ્સ વધુ સારાં થશે. આનાથી વેક્સિનની કિંમત ઘટશે, હાલ કોલ્ડસ્ટોરેજ સુવિધાઓ વધુ સારી બનશે.

ટેસ્ટિંગ ફેસિલિટીમાં પણ સુધારાની જરૂર
ગેટ્સે કહ્યું હતું કે તપાસની સુવિધાઓમાં પણ સુધારો લાવવાની જરૂર છે. હાલ ઘણા લોકોનો ટેસ્ટ પછી રિપોર્ટ નેગેટિવ આવે છે. ઘણા ટેસ્ટના નેનો વાઈરસ માટે સેન્સેટિવ ન હોવાના કારણે આવું થાય છે. આવી તપાસ આપણને પાછળ ધકેલી રહી છે. લક્ષણ વગરના સંક્રમિતોની ઓળખ કરવામાં મોડું થઈ રહ્યું છે. હાલ લક્ષણોના આધારે સંક્રમિતોની ઓળખ થઈ રહી છે, જેને બદલવાની જરૂર છે. આપણને ચોક્કસ પરિણામ આપનારા ટેસ્ટની જરૂર છે, સાથે જ ટેસ્ટ એવા હોય જે સરળતાથી દરેક જગ્યાએ કરાવી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post