• Home
  • News
  • બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો રિપોર્ટ:મહામારીમાં 6.4 કરોડ મહિલાએ નોકરી ગુમાવી, સ્કૂલો બંધ હોવાથી બાળકોની સંભાળ લેવામાં જ 5 કલાક વીતી જાય છે
post

મહિલાઓને ધ્યાનમાં રાખી રોકાણ જરૂરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-05 12:16:55

કોરોના મહામારીએ દુનિયાભરની મહિલાઓ પર ગંભીર અસર કરી છે. તેમાં પણ સૌથી વધુ નુકસાન નોકરિયાત મહિલાઓને થયું છે. મહામારીના કારણે છેલ્લા એક વર્ષમાં દુનિયાની 6.4 કરોડ મહિલાઓએ નોકરી ગુમાવી છે. એટલે કે દર 20 નોકરિયાત મહિલામાંથી એકનો આર્થિક ટેકો છીનવાઈ ગયો છે.

આ વિશ્લેષણ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સના હાલમાં જ જારી કરાયેલા રિપોર્ટમાં અપાયું છે. તેમાં કહેવાયું છે કે, દુનિયામાં કોરોનાની સૌથી વધુ અસર રિટેલ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં છે અને આ ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે. આ કારણસર મહામારીનું સૌથી વધુ નુકસાન મહિલાઓને થયું છે. આ ઉપરાંત સ્કૂલો બંધ થઈ જવાથી મહિલાઓ પર બાળકો-પરિવારની જવાબદારી વધી છે.

હવે મહિલાઓ બાળકોની સંભાળ લેવામાં દર અઠવાડિયે 31 કલાકનો સમય વિતાવે છે, જ્યારે મહામારી અગાઉ આ આંકડો 26 કલાકનો હતો. આ રિપોર્ટ પ્રમાણે, મહિલાઓની નોકરીને લઈને એક જેવી પેટર્ન જોવા મળી છે. લગભગ દરેક દેશમાં પુરુષોની તુલનામાં મહિલાઓએ વધુ નોકરી ગુમાવી છે. તેમાં કોલમ્બિયા, કોસ્ટારિકા, ઈક્વાડોર અનેચિલી જેવા દેશોમાં પુરુષોની તુલનામાં નોકરી ગુમાવનારી મહિલાઓની સંખ્યા વધુ છે.

આવા ટોચના 10 દેશમાં અમેરિકા, કેનેડા, સ્પેન અને બ્રાઝિલ પણ છે. મહિલાઓની સ્થિતિ સુધારવાની ચાર પદ્ધતિ છે, જેમાં ડિજિટલી મજબૂતી, વેપારમાં મદદ, નીતિ ઘડતર વખતે દરેક ક્ષેત્રની મહિલાઓ પર ધ્યાન અને કેરગિવિંગને પણ નોકરી જેવું મહત્ત્વ આપવામાં આવે.

મહિલાઓને ધ્યાનમાં રાખી રોકાણ જરૂરી
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, મહિલાઓને ધ્યાનમાં રાખી નીતિ વિષયક રોકાણથી જીવન સ્તર સુધરશે. તેમને અર્થતંત્રનો હિસ્સો નહીં બનાવવાથી જીડીપીમાં ઘટાડો આવશે. તેનું ઉદાહરણ OECD દેશો છે, જ્યાં નોકરીઓમાં મહિલાઓ ઓછી હોવાથી જીડીપી આશરે 15% ઘટી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post