• Home
  • News
  • બાયોપિકનો પરફેક્શનિસ્ટ:'83' પછી રણવીર સિંહને 5 બાયોપિકની ઓફર મળી, તેમાંથી 3 ખેલાડીઓની લાઈફ સ્ટોરી છે
post

રણવીર સિંહની આગામી ફિલ્મ આલિયા ભટ્ટની સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-01 13:24:57

મુંબઈ: '83'માં કપિલ દેવનો રોલ કર્યા પછી રણવીર સિંહને પાંચ બાયોપિકની ઓફર મળી છે. તેમાંથી 3 ફિલ્મો ખેલાડીઓની લાઈફ પર બેસ્ડ છે. આ વાતનો ખુલાસો તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. 83માં કરેલા કામને લઈને રણવીરને ક્રિટિક્સ અને ફેન્સ તરફથી સારી પ્રશંસા મળી રહી છે.

ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેરાત થશે
એક ઈન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું, મારી 5 બાયોપિક ફિલ્મો માટે વાત ચાલી રહી છે. તેમાંથી 3 ફિલ્મો ખેલાડીઓની લાઈફ પર બેસ્ડ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેમાંથી કોઈ ફિલ્મ પેરાપ્લેજિક સ્વિમર પર બેસ્ડ છે? તેના જવાબમાં એક્ટરે કહ્યું કે, મને લાગે છે તમારે બધાએ રાહ જોવી જોઈએ અને સમય આપવો જોઈએ. આ બધી બાયોપિક્સ વિવિધ સ્ટેજમાં છે, કેટલીકની કહાની હજી ડેવલપ કરવામાં આવી રહી છે. આશા છે કે એક સારી સ્ક્રિપ્ટ બનશે અને તેનું ટૂંક સમયમાં ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે.

'83'115 કરોડની કમાણી કરી
ફિલ્મ 83 24 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. તેને કબીર ખાને ડાયરેક્ટ કરી છે. તેમાં દીપિકા પાદુકોણ, પંકજ ત્રિપાઠી અને તાહિર રાજ ભસીન જેવા એક્ટર્સે કામ કર્યું છે. આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઈડ 115 કરોડ રૂપિયા કમાયા છે.

રણવીરનું વર્ક ફ્રન્ટ
રણવીર સિંહની આગામી ફિલ્મ આલિયા ભટ્ટની સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીછે. તેના પછી તે રોહિત શેટ્ટીની સર્કસમાં જેકલીન ફર્નાન્ડિઝ અને પૂજા હેગડેની સાથે જોવા મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post