• Home
  • News
  • બિટકોઇન કૌભાંડમાં નિશા ગોંડલિયાની જાનને ખતરો, જામનગરમાં રિવોલ્વર બતાવીને અજાણ્યા શખ્સોએ ધમકી આપી
post

જામનગર: સુરતના બહુચર્ચિત બિટકોઇન કૌભાંડમાં નવા ઘટસ્ફોટ કરનાર નિશા ગોંડલિયાની જાનને ખતરો હોવાનું તેને પોલીસને જણાવ્યું છે, ગત રાત્રે જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં જ્યારે તે સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં જઇ રહી હતી, ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા શખ્સે રિવોલ્વર બતાવીને તેને ધમકી આપી હતી, જેની પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી હતી, નિશા થોડા દિવસ પહેલા જ પત્રકાર પરિષદ કરીને બિટકોઇન કૌભાંડને લઇને મોટા ઘટસ્ફોટ કર્યા હતા, નિશાને આ કૌભાંડ મામલે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જો કે પોલીસે કોઇ યોગ્ય કાર્યવાહી ન કરતા નિશાએ ગાંધીનગર સુધી ઉચ્ચ રજૂઆતની વાત કરી હતી, તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તે પહેલા જ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, અને તેને જયેશ પટેલથી ખતરો હોવાની પોલીસ ફરિયાદ કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 10:56:16

નિશાની તબિયત ખરાબ થતા તે પોતાની કારમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગઇ હતી, બાદમાં જ્યારે તે હોસ્પિટલથી ઘરે જઇ રહી હતી, ત્યારે એક બાઇક ચાલકે કારની પાસે આવીને નિશાને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ સમયે હોસ્પિટલ સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો, બાદમાં નિશાએ 100 નંબર પર ફોન કરીને પોલીસ જાણ કરતા પોલીસ કાફલો અહી આવી પહોંચ્યો હતો, પોલીસે સીસીટીવીને આધારે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post