• Home
  • News
  • અમદાવાદના બાપુનગરમાં ભાજપ બન્યું હાઈટેક, પ્રચારથી મતદાન માટે બનાવી અનોખી મોબાઈલ App
post

બાપુનગર વોર્ડના ભાજપના ઉમેદવાર પ્રકાશ ગુર્જરે તેમની પેનલના પ્રચાર માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન વિકસાવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 12:12:22

અમદાવાદ: હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને અલગ અલગ રીતે પ્રચાર પ્રસારના માધ્યમો થકી પ્રજા વચ્ચે ઉમેદવારો મત માંગી રહ્યા છે. કેમ કે જંગી રેલીઓ અને સભાઓ પર બ્રેક લાગી ગઈ છે. આચાર સંહિતા લાગુ થઈ જતાં હવે બાપુનગર વોર્ડમાં ટેક્નોલોજીના માધ્યમથી પ્રચારની અનોખી રીત જોવા મળી રહી છે.

પેપરના સ્થાને Appથી મતદારોનો સંપર્ક:

અમદાવાદમાં બાપુનગર વોર્ડના ભાજપના ઉમેદવાર પ્રકાશ ગુર્જરે તેમની પેનલના પ્રચાર માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન વિકસાવી છે. જેની મદદથી કાર્યકરો મતદારોના ઘરે જઇ પ્રચાર કરી રહ્યાં છે. સામાન્ય રીતે અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો અને કાર્યકરો મતદારોની યાદીની પ્રિન્ટ લઇને ચૂંટણી માટે કામ કરતા હોય છે. જેમાં મોટા પ્રમાણમાં પેપરનો ઉપયોગ થતો હોય છે.

બીજેપીનો Paperless પ્રચાર:

સામાન્ય રીતે એક વોર્ડની મતદાર યાદી માટે અંદાજે 2500થી 3000 કાગળનો ઉપયોગ થતો હોય છે. એટલે કે એક વોર્ડમાં શરેરાશ 30 હજાર કાગળનો ઉપયોગ થાય છે. જેના કારણે મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગથી કાગળનો મહત્તમ ઉપયોગ ટાળ્યો છે. રાજ્યમાં પહેલી વાર આ પ્રકારે ઇકો ફ્રેન્ડલી પ્રચારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મોબાઈલ એપ્લિકેશનમાં શું છે:

આ મોબાઇલ એપ્લિકેશનમાં બાપુનગર વોર્ડના તમામ મતદારોની યાદી છે. દરેક બુથ, વિસ્તાર અને સોસાયટી-મહોલ્લા મુજબ તેના ભાગ પાડવામાં આવ્યા છે. જેનાથી જે-તે વિસ્તારમાં કેટલા મતદારો છે તે જાણી શકાય છે. સાથે સાથે આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તેમાં મતદારનું વણલ હકારાત્મક છે કે નકારાત્મક ? તે વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સિવાય મતદારની શું પ્રતિક્રિયા છે તે રિમાર્ક લખવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

કેવી રીતે એપ્લિકેશન કામ કરે છે:

સામાન્ય રીતે ચૂંટણી સમયે મતદારનું નામ યાદીમાં શોધવુ અઘરું પડી જતુ હોય છે. પરંતુ આ Appમાં પહેલાથી જ વોર્ડના તમામ 94 હજાર મતદારોના ડેટા અપલોડ કરેલા હોવાથી મતદારનું નામ લખતાંની સાથે જ ગણતરીની ક્ષણમાં તેની વિગત મળી જાય છે જે તેના મતદાર ઓળખ કાર્ડ પર હોય છે. વોર્ડના 95 બુથમાં દરેક કાર્યકર્તાને આ એપ્લિકેશનનો એક્સેસ આપવામાં આવ્યો છે. જેમણે 94 હજાર પૈકી અત્યાર સુધી 63 હજાર મતદારોનો સંપર્ક કર્યો છે. કાર્યકર જ્યારે જે-તે વિસ્તારમાં લોકોનો સંપર્ક કરી વિગતો સબમિટ કરે છે ત્યારે ગુગલ મેપ પર તેનું લોકેશન પણ અપલોડ થઇ જાય છે.ય જેથી કામગીરીનો સચોટ ખ્યાલ આવી શકે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 63 હજાર પૈકી 48 હજારથી વધુ મતદારોનું હકારાત્મક જ્યારે બાકીના મતદારોનું નકારાત્મક વલણ જાણવા મળ્યુ છે. Appમાં મતદારોની પ્રતિક્રિયા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેમાં 22 હજાર જેટલા મતદારોએ પ્રતિક્રિયા આપી છે. જેમાં રોડ, ગટર, ગેરકાયદેસર બાંધકામ-દબાણ અને પાણીની સમસ્યા નડતી હોવાનું સામે આવ્યું છે.


મતદાનના દિવસે દર કલાકે મતદારોને આપશે રિમાઇન્ડર:

માત્ર પ્રચાર જ નહિ પરંતુ મતદાનના દિવસે મતદાન મથક બહાર એપ્લિકેશન સાથે હશે. જે ઉમેદવારના એજન્ટે આપેલ માહિતી કંટ્રોલર પાસે મોકલશે. જેના કારણે બુથમાં કેટલા લોકોએ મતદાન કર્યુ અને કેટલા બાકી તે અંગે ખ્યાલ આવી શકશે. સાથે જ મતદારોને મતદાન અંગે યાદ અપાવવા માટે ઓટો જનરેટેડ મેસેજ પણ મોકલવામાં આવશે. આ વખતે જ્યારે ચૂંટણી પંચ મતદારોને સ્લિપ નથી આપવાનું તેવા સમયે મતદારને તેના મોબાઇલ પર સ્લિપ માટેની લિંક મોકલી આપશે. જેને મતદારો ડાઉનલોડ કરી શકશે.

adv

Related News

post
post
post
post
post
post
post