CM મોહન ચરણ માઝી અને બે Dy. CMએ લીધા શપથ
નવી દિલ્લી: ઓડિશામાં ભાજપની
પહેલીવાર સરકાર બન્યા બાદ મોહમ માઝીએ રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા છે. આજે
મોહમ માઝીની સાથે બે નાયબ મુખ્યમંત્રી કે.વી. સિંહ દેવ અને પ્રવતિ પરિદાએ પણ
શપથગ્રહણ કર્યા છે. ભાજપે ઓડિશામાં પહેલીવાર પોતાના દમ પર બહુમતી મેળવી છે.
25 વર્ષથી શાસન કરી રહેલી બીજેડીની
વિદાય
ઓડિશા
વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 147 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)એ 78 બેઠકો, બીજુ જનતા દળ (BJD) 51, કોંગ્રેસે 14, CPI(M) એક અને અપક્ષોએ ત્રણ
બેઠકો જીતી છે. ભાજપની જીત બાદ રાજ્યમાં 25 વર્ષથી શાસન કરી રહેલા નવીન
પટનાયકની પાર્ટી બેજેડીની વિદાય થઈ છે.
મોહન માઝીએ વડાપ્રધાનના
આશીર્વાદ લીધા
ઓડિશાના
મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ મોહન માઝીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ પણ
લીધા હતા. માઝીના મંત્રીમંડળમાં 11 કેબિનેટ મંત્રી અને પાંચ રાજ્યમંત્રીએ પણ શપથગ્રહણ
કર્યા છે. મુખ્યમંત્રી પદના દાવેદારોમાં સામેલ સુરેશ પૂજારી અને મુકેશ મહાલિંગાને
માઝી કેબિનેટમાં સ્થાન અપાયું છે. આ ઉપરાંત નિત્યાનંદ ગોંડ, રબી નારાયણ નાઈક, કૃષ્ણ ચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, બિભૂતિ ભૂષણ જેનાને
કેબિનેટ મંત્રી પદ અપાયું છે. ગણેશ રામ સિંહ, સંપન સ્વેન, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલાસમંતા, ગોકુલાનંદ મલિકને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર
હવાલો)નું પદ સોંપાયું છે.