• Home
  • News
  • મહારાષ્ટ્રમાં BJPને ઝાટકો, વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ ધર્યું રાજીનામું, શિવસેનાને થશે નુકસાન
post

ખડસે શુક્રવારે બપોરે 2 વાગ્યે એનસીપીનું સભ્યપદ લઈ વિધિવત રીતે એનસીપીમાં જોડાઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 15:30:14

મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics)માં ફ્રરી એકવાર ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા (Senior Leader) એકનાથ ખડસે (Eknath Khadse)એ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ખડસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (Nationalist Congress Party) (NCP)માં શામેલ થાય તેવી શક્યતા છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારમાં મંત્રી જયંત પાટિલે (Jayant Patil) દાવો કર્યો છે કે, એકનાથ ખડસે આગામી શુક્રવારે એનસીપીમાં શામેલ થઈ શકે છે. ખડસે શુક્રવારે બપોરે 2 વાગ્યે એનસીપીનું સભ્યપદ લઈ વિધિવત રીતે એનસીપીમાં જોડાઈ શકે છે.

માનવામાં આવે છે કે, એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વાતચીત ચાલી રહી હતી. ખડસેને ઉદ્ધવ ઠાકરે સરકારમાં (Maharashtra Government) મંત્રી પદ આપવામાં આવે તેવી પણ ચર્ચા છે. એકનાથ ખડસેને રાજ્યમાં કૃષિમંત્રી બનાવવામાં આવી શકે છે. કૃષિમંત્રી (Agriculture Minister )નું પદ હાલ શિવસેના પાસે છે.

એકનાથ ખડશે છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યાં હતાં. ખડસેને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોવાથી તે ગમે ત્યારે પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી અટકળો હતી જ. રવિવારે ચર્ચાએ જોર પકડ્યું હતું કે ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જોકે મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આ દાવાને ફગાવતા તેને માત્ર અફવા જ ગણાવી હતી.

આ રાજકીય ઘમાસાણ વચ્ચે એનસીપી નેતા શરદ પવારનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, એકનાથ ખડસેનું મહારાષ્ટ્રમાં ભાજપને ઉભી કરવામાં ઘણું મહત્વનું યોગદાન રહ્યું છે. પરંતુ તેમને હાંસિયામાં ધકેલવામાં આવી રહ્યાં છે જે અયોગ્ય છે. પવારના આ ટ્વિટથી અટકળો તેજ બની હતી.

જાહેર છે કે, વર્ષ 2015માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસ સરકારમાંથી રાજીનામું આપવુ પડ્યું હતું. ત્યારથી જ ખડસેની રાજકીય કારકિર્દી અસ્ત તરફ ઢળવા લાગી હતી. એકનાથ ખડસેના સમર્થકોનું માનવું છે કે, દેવેન્દ્ર ફડણવીસના કારણે તેમને પાર્ટીમાં મહત્વ નથી આપવામાં આવતું. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ખડસેનું પત્તુ પાપીને તેમની દિકરીને ટિકીટ આપવામાં આવી હતી, જે ચૂંટણી હારી ગયા હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post