• Home
  • News
  • મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકર બન્યા નવા સ્પીકર
post

રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 મત મળ્યા છે જે વિજય માટે જરૂરી 145 મત કરતા 19 વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 10:43:01

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં ભાજપના ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરનો વિજય થયો છે. સ્પીકર પદ માટે એનડીએ તરફથી ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને ઉતારવામાં આવ્યા હતા અને તેમના સામે શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વી મેદાનમાં હતા. વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીમાં વિજેતા બનવા માટે 145 વોટની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 મત મળ્યા છે જે વિજય માટે જરૂરી 145 મત કરતા 19 વધુ છે.  આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને વધુ એક વિજય મળ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકર પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. 

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ આજે વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. વિધાનસભાના 2 દિવસીય વિશેષ સત્રમાં પહેલા દિવસે વિધાનસભાના સ્પીકર માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. ત્યાર બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે. 

2 વર્ષથી ખાલી પડ્યું હતું પદ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રનું સ્પીકર પદ છેલ્લા 2 વર્ષથી ખાલી પડ્યું હતું. નાના પટોલેએ સ્પીકર પદ છોડ્યું ત્યારથી તે પદ ખાલી પડ્યું હતું. હવે આગામી 4 જુલાઈના રોજ ટીમ શિંદેએ બહુમત સાબિત કરવો પડશે. તેના માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. 

આ તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં આજથી શરૂ થઈ રહેલા 2 દિવસીય વિશેષ સત્ર પહેલા પરિસરમાં સ્થિત શિવસેનાનું ધારાસભ્ય દળનું કાર્યાલય સીલ કરી દેવામાં આવ્યું છે. ઓફિસની બહાર મરાઠી ભાષામાં એક નોટિસ લગાવવામાં આવી છે. નોટિસમાં લખ્યું છે કે, આ કાર્યાલય શિવસેના ધારાસભ્ય દળના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.

આદિત્ય ઠાકરેને વ્હિપ

એકનાથ શિંદેએ ટીમ ઠાકરેના તમામ ધારાસભ્યોને વ્હિપ જાહેર કરીને ભાજપના સ્પીકર પદના ઉમેદવાર રાહુલ નાર્વેકરના પક્ષમાં મત આપવા માટે જણાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેને પણ વ્હિપ આપવામાં આવ્યું હતું. 

તેના પહેલા ઉદ્ધવ ઠાકરેની ટીમે વ્હિપ બહાર પાડીને શિવસેનાના તમામ ધારાસભ્યોને રાજન સાલ્વીના પક્ષમાં મત આપવા કહ્યું હતું. જોકે એકનાથ શિંદેએ તેનો સ્વીકર કરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો અમારા પાસે છે માટે માત્ર 16 ધારાસભ્યો ધરાવતું જૂથ વ્હિપ બહાર પાડવાનો અધિકાર નથી ધરાવતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post