• Home
  • News
  • ભાજપ ત્રીજી ટ્રાયલમાં પાસ - પહેલીવાર પાટનગરમાં ભાજપે 93% બેઠકો જીતી લીધી
post

ગાંધીનગરમાં 11માંથી 9 વોર્ડમાં ભાજપ જીત્યો, વિપક્ષમાં માત્ર 3 સભ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:45:54

ગાંધીનગર મહાનગર પાલિકાની રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામો મંગળવારે બહાર આવ્યાં જેમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકોની જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે. જેની સામે કોંગ્રેસને માત્ર 2 અને આપને 1 બેઠક પ્રાપ્ત થઇ છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93 ટકા જેટલી બેઠકો મળી છે જે ઐતિહાસિક જીત છે.

કોરોનાની બીજી લહેર સમયે ગાંધીનગરમાં ખૂટી પડેલી પથારીઓ, ઓક્સિજન અને રેમડેસિવિર સહિતની દવાઓને કારણે ભાજપ સામે જોખમ ઊભું થયું હતું. જોકે કોરોનાનો વ્યાપ વધતાં ચૂંટણીઓ મોકુફ કરી દેવાયાં બાદ પાંચ મહિના મોડી યોજાઇ હતી. પરંતુ આ પાંચ મહિનામાં જ મતદાતાઓએ બીજી લહેરની યાતનાઓને ભૂલાવીને ફરી ભાજપને જ ખોબલે ને ખોબલે મત આપ્યાં.

સામાન્ય ચૂંટણી 80% બેઠકો પર ભાજપની જીત

પાલિકા

કુલ બેઠકો

ભાજપ

કોંગ્રેસ

આપ

ગાંધીનગર મનપા

44

41

2

1

ઓખા નપા

36

34

2

0

થરા નપા

24

20

4

0

ભાણવડ નપા (મધ્યસત્ર)

24

8

16

0

કુલ

128

103

24

1

ટકાવારી

100%

80.50%

18.75%

0.75%

પેટા ચૂંટણી ભાજપે 71% બેઠકો તો કોંગ્રેસે 21% જીતી

પાલિકા/પંચાયત

કુલ બેઠક

ભાજપ

કોંગ્રેસ

આપ

AIMIM

અપક્ષ

અમદાવાદ મનપા

2

2

0

0

0

0

જૂનાગઢ મનપા

1

0

1

0

0

0

વિવિધ 39 નપા

45

37

3

0

1

4

7 જિલ્લા પંચાયતો

8

5

3

0

0

0

45 તાલુકા પંચાયતો

45

28

14

2

0

1

કુલ

101

72

21

2

1

5

ટકાવારી

100%

71%

21%

2%

1%

5%

​​​​​​​આપઇફેક્ટ - ભાજપનો વોટશેર 1.63% વધ્યો, કોંગ્રેસનો 19 % ઘટ્યો

2021માં વોટશેર

2016માં વોટશેર

ભાજપ

46.39%

44.76%

કોંગ્રેસ

27.99%

46.93%

આપ

21.72%

0.00%

 

adv

Related News

post
post
post
post
post
post
post