• Home
  • News
  • વીર સાવરકર ન હોત તો 1857નો સંગ્રામ ઈતિહાસમાં નોંધાયો ન હોત- શાહ
post

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે વારાણસીમાં એક રેલી દરમિયાન કહ્યું કે, જો વીર સાવરકર ન હોત તો 1857માં સ્વતંત્રતા સંગ્રામ ઈતિહાસમાં નોંધાયો જ ન હોત

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 17:03:40

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે વારાણસીમાં એક રેલી દરમિયાન કહ્યું કે, જો વીર સાવરકર ન હોત તો 1857માં સ્વતંત્રતા સંગ્રામ ઈતિહાસમાં નોંધાયો જ ન હોત. હકીકતમાં ભાજપે મહારાષ્ટ્રમાં તેમના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે, પાર્ટી સાવરકરને ભારત રત્ન આપવાની માંગણી કરશે. ત્યારપછી કોંગ્રેસ નેતાઓે સાવરકરને ગાંધીજીની હત્યાનું કાવતરું ઘડનાર ગણાવ્યા હતા. શાહે વારાણસીના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં આ જ નિવેદનોનો જવાબ આપ્યો હતો.

શાહે કહ્યું- જો સાવરકર ન હોત તો આપણે 1857ના સ્વતંત્રતા સંગ્રામને અંગ્રેજોની દ્રષ્ટીએ જોતા. વીર સાવરકર જ તે વ્યક્તિ છે જેમણે 1857ની ક્રાંતિને પહેલા સ્વતંત્રતા સંગ્રામનું નામ આપ્યું હતું.

શાહે કહ્યું કે, સમય આવી ગયો છે જ્યારે દેશના ઈતિહાસકારોએ ઈતિહાસને નવી દ્રષ્ટીએ લખવો જોઈએ. તે લોકો સાથે ચર્ચા ન કરવી જોઈએ જેમણે પહેલાં ઈતિહાસ લખ્યો છે. તેમણે જે પણ કઈ લખ્યું છે તેને રહેવા દો. આપણે સત્યની શોધ કરવી જોઈએ અને તેને લખવું જોઈએ. તે આપણી જવાબદારી છે કે, આપણે આપણો ઈતિહાસ લખીએ. આપણે ક્યાં સુધી અંગ્રેજો પર આરોપ લગાવતી રહીશુ?

ભાજપે 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપે વાયદો કર્યો હતો કે, તેઓ બીજી વખત સત્તામાં આવશે તો તેઓ સ્વતંત્રતા સેનાની વીર સાવરકર, સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેને ભારત રત્ન આપવાની માંગણી કરશે.

મનીષ તિવારીએ કહ્યું, ભારત રત્ન આપવાના ભાજપના વાયદા પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે બુધવારે કહ્યું કે, સાવરકરના જીવનના બે ભાગ હતા. પહેલો-આઝાદીના આંદોલનમાં સામેલ થવું અને બીજો- માફી માંગીને કાલાપાનીથી પરત આવતા તેમનું નામ મહાત્મા ગાંધીની હત્યાના કાવતરાખોરોમાં નોંધાયું. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પ્રહાર કરતા કહ્યું કે, ભારત રત્ન સાવરકરને નહીં પરંતુ ગોડસેને આપો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post