• Home
  • News
  • ભાજપના પૈસે મેચ જોશે:સાયકલ ચલાવી ભાજપની રેલીમાં ભાગ લઈ પૈસા ભેગા કર્યા અને ઈન્ડીયા-ઇંગ્લેન્ડની મેચની ટિકિટ ખરીદી
post

આધેડે પૈસા મળતા જ ઓફલાઈન ટિકિટમાં સૌ પ્રથમ ટિકિટ બુક કરાવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 18:03:50

મોટેરા સ્ટેડિયમમાં 6 વર્ષ બાદ ફરીથી મેચ યોજાવવાની છે જેને લઇને ક્રિકેટ રસિયાઓમાં ઉત્સાહ છે અને મેચની ટિકિટ લેવા પણ અનેક લોકો સવારથી જ પહોંચ્યા છે ત્યારે અમદાવાદના એક આધેડ વયના વ્યકિતએ ભાજપના પ્રચારમાં જઈને પૈસા ભેગા કર્યા અને તે પૈસામાંથી ટિકિટ લેવા માટે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા.આધેડે ઓફ્લાઈન ટિકિટમાં સૌ પ્રથમ ટિકિટ બુક કરાવી અને બુક કરાવ્યા બાદ ખૂબ જ ઉત્સાહ પૂર્વક સ્ટેડિયમ બહાર આવ્યા હતા.

પ્રચારના પૈસે ઇન્ડીયા-ઇંગ્લેન્ડની મેચની ટિકિટ લીધી
ભરત ખત્રી નામના આધેડ કાલુપુરમાં આવેલ ભંડેરી પોળમાં રહે છે. ભરત ભાઈ નોકરી ધંધો કરતા નથી.આવનારી કોર્પોરેશનની ચૂંટણીઓ ભાજપ દ્વારા પ્રચાર થઈ રહ્યો હતી તે પ્રચારમાં ભરતભાઈ પણ જોડાયા હતા.પ્રચાર દરમિયાન તેમને જે પૈસા મળતા હતા તે પૈસા ભેગા કર્યા હતા અને આજે પ્રચાર પડઘમ શાંત થતાં જાહેર રેલી અને કાર્યક્રમ પણ બંધ થયા હતા જેથી તેમની પાસે કોઈ કામ નહોતું અને પ્રચાર દરમિયાન જે પૈસા ભેગા થયા હતા તે પૈસામાંથી તેમને મોટેરામાં યોજાવનારી ઇન્ડીયા - ઇંગ્લેન્ડની મેચની પ્રથમ ઓફ્લાઈન ટિકિટ લીધી છે.

 

ભાજપ પ્રચારમાં 500 રૂપિયા મળ્યાં હતા
આ અંગે ભરતભાઈએ જણાવ્યું હતું કે, ભાજપના ચૂંટણી પ્રચારમાં તેઓ જોડાયા હત અને અનેક રેલી તથા કાર્યક્રમમાં પણ તેમને હાજરી આપી હતી જે બદલ તેમને પૈસા પણ મળતા હતા.ગઈકાલે અંતિમ પ્રચારના અંતિમ દિવસે પણ તેઓ પ્રચારમાં ગયા હતા જ્યાંથી 500 રૂપિયા મળ્યા હતા.આ રીતે ચૂંટણી પ્રચારમાં જઈને બચાવેલા પૈસામાંથી તેમને મેચની ટિકિટ બુક કરાવી છે.

 

Bookmyshow પરથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ
આગામી 24મી ફેબ્રુઆરીના રોજ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે ડે- નાઈટ ટેસ્ટ યોજાવાની છે. જેમાં ઓનલાઇન ટિકિટ બુકીંગ અને પાર્કિગ બુકીંગમાં ધાંધિયા સામે આવ્યા છે. ત્રણ દિવસ પહેલા Bookmyshow એપ પરથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે ઓનલાઇન ટિકિટ બુક કર્યા બાદ ટિકિટ ન આવી હોવાનો કિસ્સો બન્યો છે. ચાંદખેડામાં રહેતા યુવકે Bookmyshow એપ પરથી ઓનલાઇન 10 ટિકિટ બુક કરાવી હતી પરંતુ તેને 9 ટિકિટ જ મળી હતી. કંપનીના નંબર પર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. ઉપરાંત Amdapark એપ પર વાહન પાર્કિગનું બુકીંગ કરાવવાનું હોય છે પરંતુ એપમાં બુકીંગ જ થતું ન નથી જેથી લોકો મુંઝવણમાં છે કે જો બુકીંગ નહિ થાય તો વાહન પાર્ક ક્યાં કરવાનું ?


ઓનલાઇન 10 ટિકિટ બુક કરાવી તો 9 ટિકિટ જ ઘરે આવી
ચાંદખેડાના રહેવાસી વેદ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મેં ત્રણ દિવસ પહેલા Bookmyshow પરથી રૂ. 450ના દરની 10 ટિકિટ ઓનલાઇન બુક કરાવી હતી. મારા ઘરે ટિકિટનું કુરિયર આવ્યું હતું. જે ખોલીને જોતાં તેમાં 10ની જગ્યાએ 9 જ ટિકિટ આવી હતી. N સિરીઝની એક ટિકિટ મળી નથી. આ બાબતે જ્યારે કુરિયર પર bookmyshowના લખેલા નંબર પર ફોન કર્યો ત્યારે ફોન રિસીવ જ નથી કરતા અને જો થઈ જાય તો સરખો જવાબ પણ આપવામા આવ્યો નથી. આજે મોટેરા સ્ટેડિયમમાં પણ આવ્યો હતો પરંતુ અહીંયા કોઈ જવાબ નથી મળ્યો. પૈસા ખર્ચી ટિકિટ લીધી પરંતુ 9 જ આવી છે બાકીની એક ટિકિટ કંપની મને આપે.

adv

Related News

post
post
post
post
post
post
post