સ્પીકર માટે જેમના નામની ચર્ચા; વિપક્ષનું પણ સમર્થન
નવી દિલ્લી: લોકસભાના અંકગણિત અને
સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને જોતા આ વખતે સ્પીકરનું પદ મહત્ત્વનું
બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના બે મુખ્ય ઘટક
પક્ષો TDP અને જેડીયુ પણ આ રેસમાં સામેલ હોય તેવું લાગી રહ્યું છે. TDP નેતા એન ચંદ્રાબાબુ
નાયડુ અને JDU નેતા નીતિશ કુમારને લાગે છે કે જો તેમની પાર્ટીને તોડફોડ કરવાનો પ્રયાસ
કરવામાં આવશે તો સ્પીકરનું પદ તે સમયે જીવન વીમો હશે. I.N.D.I.A ગઠબંધને પણ કહ્યું કે
જો સ્પીકરનું પદ TDPને જાય છે તો તેઓ સમર્થન આપવા તૈયાર છે.
કેમ પુરંદેશ્વરીનું નામ ચર્ચામાં:
જો કે, કોટાના સાંસદ ઓમ બિરલા, જેઓ મોદીના બીજા
કાર્યકાળ દરમિયાન સ્પીકર હતા, તેઓ ફરીથી મેદાનમાં છે. તેમના કેબિનેટ મંત્રી ન બનવાના
કારણે અટકળોએ જોર પકડ્યું છે. આ દરમિયાન ભાજપના આંધ્રપ્રદેશ અધ્યક્ષ
ડી.પુરંદેશ્વરીનું નામ પણ સામે આવ્યું છે. પુરંદેશ્વરી ચંદ્રાબાબુ
નાયડુનાં સાળી છે. તેમણે એવા સમયે નાયડુનું સમર્થન કર્યું હતું જ્યારે તેમના સસરા
એનટી રામારાવને હટાવવા બદલ તેમની ટીકા થઈ રહી હતી. આવી સ્થિતિમાં તેમને સ્પીકર
બનાવવામાં આવશે, તો નાયડુ પર હળવું દબાણ રહેશે. તેમની પાર્ટી પુરંદેશ્વરીનો વિરોધ કરી શકશે
નહીં.
કમ્મા સમુદાયની વોટબેંક પણ તેનું કારણ છે
પુરંદેશ્વરી કમ્મા સમુદાયથી છે. ચંદ્રાબાબુ નાયડુ પણ
આ સમુદાયના છે. આંધ્રપ્રદેશના રાજકારણમાં તે પ્રભાવશાળી સમુદાય છે. કમ્મા સમુદાયને
ટીડીપીનો પરંપરાગત મતદાર માનવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે ડી પુરંદેશ્વરીના બહાને
ભાજપ નાયડુની પાર્ટીની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડવા માંગે છે.










