• Home
  • News
  • 74 નગરપાલિકામાં ભાજપની સત્તા, કોંગ્રેસ માત્ર 2 ન.પા. પર સમેટાયું, જાણો ક્યાં સત્તાનું સમીકરણ બગાડી AIMIMએ રાજ્યમાં 16 બેઠક જીતી
post

ભાજપ 74 અને કોંગ્રેસે 2 બેઠક જીતી, ઠાસરા, જામ રાવલ અને ગોધરા એમ 3 બેઠક પર અપક્ષ અને AIMIMએ પ્રભુત્વ મેળવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 09:44:42

ગુજરાતની 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને 74 નગરપાલિકા પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસની કારમી હાર થઈ છે અને માત્ર 2 પાલિકામાં જીત મેળવી છે. જ્યારે ગોધરામાં 7 અને મોડાસામાં 9 મળીને AIMIM16 બેઠક જીતી છે. જેને પગલે કપડવંજ. કણજરી, ઠાસરા, જામ રાવલ અને ગોધરા એમ 5 બેઠક પર અપક્ષ અને AIMIMએ ભાજપ અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખ્યા છે.

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ પેટલાદ નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે. 2015ની તુલનામાં પરિવર્તનનો પવન ફંકાયો છે. 2720 બેઠકો પૈકી 92 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે મતગણતરી મુજબ અત્યારે ભાજપ 74, કોંગ્રેસ 2 અને 3 અન્ય કબજો કર્યો છે. ભાજપે વગર ચૂંટણીએ જ બે નગરપાલિકાઓ પર જીત મેળવી લીધી હતી. જેમાં કડીમાં 36માંથી 26 બેઠક બિનહરીફ અને ઉના નગરપાલિકાની 36માંથી 26 બેઠક બિનહરીફ મેળવી કબજો કર્યો હતો.

રવિવારે રાજ્યમાં નગરપાલિકાના યોજાયેલા મતદાનમાં સરેરાશ 59 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરાયેલાં આંકડા મુજબ આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં લગભગ દોઢ ગણું મતદાન નોંધાયું હતું. બારેજામાં 76.52 ટકાનું જંગી મતદાન જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ નગરપાલિકામાં 40.14 ટકા નોંધાયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post