• Home
  • News
  • ગુજરાતની 6 મહાનગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, જાણો A to Z વિગતવાર પરિણામ
post

ગુજરાતમાં છ મહાનગર પાલિકા માટે ચૂંટણીની મતગણતરી દરમિયાન ભાજપે કુલ 576 સીટોમાંથી 483 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસ 55, AAP 27, AIMIM 7, અન્યના ખાતામાં 4 સીટો ગઇ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-24 09:32:45

અમદાવાદ: ગુજરાતમાં 6 મહાનગર પાલિકા (Gujarat Municipal Election) ની કુલ 575 સીટો પર આજે મતગણતરી કરવામાં આવી હતી. આજે ગુજરાતમાં ભાજપ (BJP) માટે દિવાળી જેવો દિવસ છે. તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપ (BJP) ને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. 6 મહાનગર પાલિકામાં કુલ ઉમેદવારોની સંખ્યા 2276 છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકામાં બે સીટો પર પેટાચૂંટણી માટે 9 ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણીના મેદાનમાં ભાજપમાંથી 577, કોંગ્રેસ 556, આપમાંથી 470, રાકાંપામાંથી 91 અન્ય અન્ય પક્ષોમા6થી 353 અને 228 ઉમેદવારો ઉતર્યા હતા. 

ગુજરાતમાં (Gujarat) છ મહાનગર પાલિકા માટે ચૂંટણીની મતગણતરી દરમિયાન ભાજપે કુલ 576 સીટોમાંથી 483 બેઠકો જીતી લીધી છે. જ્યારે કોંગ્રેસ (Congress) 55, AAP 27, AIMIM 7, અન્યના ખાતામાં 4 સીટો ગઇ હતી. 

અમદાવાદ મહાનગર પાલિકા ( Ahmedabad Municipal Corporation) માં 192 સીટોમાંથી ભાજપે 159, કોંગ્રેસે 25 AIMIM 7 અને અન્યના ખાતામાં 1 સીટ ગઇ હતી. જ્યારે વડોદરા મહાનગર પાલિકા ( Vadodara Municipal Corporation) માં 76 સીટોમાં ભાજપે 69 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો હતો જ્યારે કોંગેસે ફાળે 7 સીટો ગઇ હતી. તો તરફ સુરત ભારે અપસેટ સર્જાયો હતો. સુરત મહાનગર પાલિકા( Surat Municipal Corporation) માં 120 સીટોમાં ભાજપે 93 સીટો પર પરચમ લહેરાવ્યો હતો, અને આમ આદમી પાર્ટીએ 27 સીટો પર કબજો મેળવી વિપક્ષમાં બેસશે. જ્યારે કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. 

રાજકોટ મહાનગર પાલિકા ( Rajkot Municipal Corporation) ની વાત કરવામાં આવે તો 72 માંથી 68 બેઠકો પર ભાજપે કબજો મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસે ભાગે ફક્ત 4 સીટો આવી હતી. ભાવનગર મહાનગર પાલિકામાં કુલ 52 સીટોમાંથી ભાજપે 44 પર જીત મેળવી લીધી હતી અને કોંગ્રેસનો કબજો માત્ર 8 સીટો પર રહ્યો હતો. તો જામનગર મહાનગર પાલિકની 64 સીટોમાંથી ભાજપે 55 સીટો પર ભગવો લહેરાવ્યો હતો. કોંગ્રેસને માત્ર 3 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે બસપા (અન્ય) ના ખાતામાં 3 સીટો ગઇ હતી.  

અમદાવાદ: વોર્ડ પ્રમાણે પરિણામ 
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય
અમદાવાદમાં કુલ વોર્ડઃ 48
કુલ સીટઃ  192
ભાજપનો વિજય- 159
કોંગ્રેસની જીત- 25
AIMIM- 7
અન્ય- 1

- ગોતા અને ચાંદલોડિયામાં ભાજપની પેનલની જીત
-
ચાંદખેડામાં ભાજપ 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
-
રાણીપ, નવા વાડજ, સ્ટેડિયમમાં ભાજપની પેનલ જીતી
-
ઘાટલોડિયા, થલતેજ, સાબરમતી વોર્ડમાં ભાજપની જીત
-
જોધપુર અને નવરંગપુરામાં ભાજપની પેનલની જીત
-
નારણપુરા, ચાંદલોડિયા, બોડકદેવમાં ભાજપનો વિજય
-
વેજલપુર, વાસણા, પાલડીમાં ભાજપની પેનલની જીત
-
સૈજપુર, નિકોલ, અસારવા, ખોખરામાં ભાજપની જીત
-
બાપુનગર, શાહીબાગ, સરસપુરમાં ભાજપનો વિજય
-
મણિનગર અને ઈસનપુરમાં ભાજપની પેનલ વિજેતા
-
નરોડા, ઓઢવ, રામોલ, વટવામાં ભાજપની જીત
-
ઈન્દ્રપુરી, વસ્ત્રાલ, સરદારનગરમાં ભાજપની જીત
-
ઠક્કરબાપાનગર, ભાઈપુરા-હાટકેશ્વરમાં ભાજપની જીત
-
દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં કોંગ્રેસ વિજેતા
-
કુબેરનગર અને ગોમતીપુરમાં કોંગ્રેસની પેનલ વિજેતા
-
અમરાઈવાડીમાં 3 ભાજપ, કોંગ્રેસની 1 બેઠક પર જીત
-
ઈન્ડિયા કોલોનીમાં ભાજપ 3, કોંગ્રેસની 1 બેઠક પર જીત
-
લાંભામાં ભાજપ 3 અને અપક્ષની 1 બેઠક પર જીત
-
જમાલપુરમાં કોંગ્રેસનો સફાયો, AIMIMની પેનલ વિજેતા
-
મક્તમપુરામાં AIMIM 3, કોંગ્રેસની 1 બેઠક પર જીત

સુરત: વોર્ડ પ્રમાણે પરિણામ 
સુરત (Surat) માં સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. તો કોંગ્રેસ (Congress) શૂન્યમાં સમાઇ ગઇ છે.

ભાજપ (BJP) ની 30 વોર્ડમાંથી 22 વોર્ડમાં આખી પેનલ જીતી છે, ભાજપે (BJP) 93 બેઠક પર અને આપ (AAP) ને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. જ્યારે વોર્ડ નંબર 1, 6, 8, 10, 11, 12, 14, 15, 18, 19, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30માં ભાજપ (BJP) ની પેનલની જીત થઈ છે. તો સાત નમ્બરના વોર્ડમાં બે અને ભાજપે (BJP)  ત્રણ બેઠકો જીતી છે. આપ (AAP) ની 6 વોર્ડમાં આખી પેનલ જીતી છે, તો વોર્ડ નંબર 2, 3, 4, 5, 16 અને 17માં આપી પેનલ તો વોર્ડ 7મા બે અને વોર્ડ 8માં એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 

રાજકોટ: વોર્ડ પ્રમાણે પરિણામ
વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 5 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 11 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 12 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 14 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 15 માં કોંગ્રેસની પેનલ
વોર્ડ નંબર 16 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 17 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 18 માં ભાજપની પેનલ

વડોદરા: વોર્ડ પ્રમાણે પરિણામ
વોર્ડ નંબર : 1
પેનલ : 4 કોંગ્રેસ

વોર્ડ નંબર : 2
પાર્ટી: ભાજપ

વોર્ડ નંબર :3
પેનલ ભાજપ :4

વોર્ડ નંબર : 4
પેનલ : ભાજપ 4

વોર્ડ નંબર : 5
પેનલ : 4 ભાજપ

વોર્ડ નંબર: 6
પાર્ટી : 4 ભાજપ 

વોર્ડ નંબર : 7
પાર્ટી: ભાજપ 4

વોર્ડ નંબર : 8
પાર્ટી: ભાજપ 4

વોર્ડ નંબર : 9
પાર્ટી : ભાજપ 4

વોર્ડ નંબર : 10
પાર્ટી: ભાજપ 4

વોર્ડ નંબર: 11
પાર્ટી ભાજપ :4

વોર્ડ નંબર : 12 
પાર્ટી : 4 ભાજપ 

વોર્ડ નંબર : 13
પાર્ટી: 3 ભાજપ અને 1 કોંગ્રેસ 

વોર્ડ નંબર : 14
પાર્ટી: 4 ભાજપ

વોર્ડ નંબર : 15
પાર્ટી : ભાજપ 4

વોર્ડ નંબર : 16
પાર્ટી: 2 ભાજપ અને 2 કોંગ્રેસ 

વોર્ડ નંબર : 17
પાર્ટી: ભાજપ

વોર્ડ નંબર : 18 
પાર્ટી: ભાજપ :4

વોર્ડ નંબર : 19
પાર્ટી : 4 ભાજપ

કુલ: ભાજપ 69 અને કોંગ્રેસ 7

ભાવનગર: વોર્ડ પ્રમાણે પરિણામ
વોર્ડ નંબર 1 માં 3 ભાજપ 1 કોંગ્રેસ
વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 5 માં કોંગ્રેસની પેનલ
વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 8 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 9 માં 1 ભાજપ 3 કોંગ્રેસ
વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 11 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 12 માં ભાજપની પેનલ
વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલ

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ફાઈનલ આંકડા મુજબ, રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં 51.85 ટકા મતદાન થયું હતું. 6 મહાનગર પાલિકામાં સ્ત્રીઓ કરતા પુરુષોએ વધારે મતદાન કર્યું હતું. મતદાનમાં પુરુષ મતદારોની ટકાવારીમાં 48.73 ટકા અને સ્ત્રી મતદારો દ્વારા 42.18 ટકા મતદાન કરાયું છે. સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં 53.64 ટકા નોંધાયું હતું. તો સૌથી ઓછું અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા મતદાન નોંધાયું છે. સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન, વડોદરા મહાનગર પાલિકામાં 47.99 ટકા, રાજકોટ મહાનગરપાલિકામાં 50.75 ટકા અને ભાવનગરમાં 49.47 ટકા મતદાન નોંધાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post