• Home
  • News
  • ત્રિપુરાની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો
post

ભાજપે અગરતલા મ્યૂનિ. કોર્પોરેશનની બધી બેઠકો મેળવી, ટીએમસી-સીપીઆઇએમનું ખાતુ ન ખુલ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 13:22:08

અગરતલા : ઉત્તર પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષ ભાજપને મોટી જીત મળી છે. ત્રિપુરાના અગરલા મ્યૂનિસિપાલિટી કોર્પોરેશન (એએમસી)ની 51 બેઠકો ભાજપે જીતી લીધી હતી જ્યારે કુલ 222માંથી 217 બેઠકો પર ભાજપની જીત થઇ છે. 

એએમસીની ચૂંટણીમાં વિપક્ષ ટીએમસી અને સીપીઆઇ(એમ) પોતાનુ ખાતુ ખોલવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ખોવાઇ મ્યૂનિ. કાઉન્સિલની બધી 15 બેઠકો ભાજપે જીતી લીધી હતી. જ્યારે બેલોનિયા મ્યૂનિ.ની 17 અને કુમારગઢ મ્યૂનિ.ની 15 બેઠકો પર ભાજપે જીત હાસલ કરી છે. 

કૈલાશહાર મ્યૂનિ.માં સીપીઆઇએમને એક જ્યારે ભાજપને 16 બેઠકો પર જીત મળી હતી.  પાનીસાગર નગર પંચાયતમાં ભાજપને 12 બેઠકો પર જીત મળી હતી. સીપીઆઇએમએ અહી પણ એક બેઠક જીતી હતી.  બધી જ 334 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા જેમાંથી 112 બેઠકો પર કોઇ જ વિરોધ વગર જીત પ્રાપ્ત કરી હતી. 25મી નવેંબરે 222 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. અહીં ટીએમસીની સામે ભાજપની ટક્કર હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post