• Home
  • News
  • રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપનું ટેન્શન:11 મહિનામાં 7 ધારાસભ્યે પાર્ટી છોડી, હવે દિલીપ ઘોષનું બળવાખોર વલણ; ક્રોસ વોટિંગનો ડર
post

બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ સતત હાઇકમાન્ડ સામે અવાજ ઉઠાવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-28 15:52:10

નવી દિલ્લી: રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં બંગાળ ભાજપમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. તાજેતરમાં મજબૂત નેતા અને સાંસદ અર્જુન સિંહે પાર્ટી છોડી દીધી હતી. હવે હાઈકમાન્ડને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ડર છે. સૂત્રો અનુસાર, પાર્ટીના ઘણા ધારાસભ્યો આગામી ચૂંટણીમાં મમતા બેનર્જીને સમર્થન આપતા ઉમેદવારને મત આપી શકે છે.


બંગાળમાં અત્યારસુધીમાં 7 ધારાસભ્યે પાર્ટી છોડી દીધી છે
બંગાળમાં જૂન 2021થી અત્યારસુધીમાં એટલે કે 11 મહિનામાં 7 ધારાસભ્યે પાર્ટી છોડી દીધી છે, જેમાં મુકુલ રોય, વિશ્વજિત દાસ જેવા દિગ્ગજ નેતાઓનાં નામ સામેલ છે. આ સિવાય 2 સાંસદ બાબુલ સુપ્રિયો અને અર્જુન સિંહે પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે. સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં અર્જુન સિંહના પુત્ર અને ભાટપરાના ધારાસભ્ય પવન સિંહ પણ પાર્ટી છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. સિંહે એવો પણ દાવો કર્યો છે કે ઘણા ધારાસભ્યો ભાજપ છોડીને તૃણમૂલમાં જોડાશે.

દિલીપ ઘોષે કહ્યું- દિલ્હીથી પાર્ટી ચલાવનારા બરબાદ થઈ ગયા
બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ પણ સતત હાઈકમાન્ડ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. દિલીપ ઘોષ શુક્રવારે એક મુલાકાતમાં પાર્ટી હાઈકમાન્ડને સલાહ આપતાં કહ્યું હતું કે જો પાર્ટી બંગાળને બદલે દિલ્હીથી ચલાવવામાં આવશે તો એ બરબાદ થઈ જશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ જ્યાં સુધી બંગાળથી ચાલી રહી હતી ત્યાં સુધી જીવિત હતી, પરંતુ જેમ એ દિલ્હીથી ચાલવા લાગી. એમ બરબાદ થઈ ગઈ.

ડેમેજ કંટ્રોલની કવાયત ચાલુ, શાહ બાદ નડ્ડાની મુલાકાત
બંગાળ ભાજપમાં પરસ્પર ખેંચતાણ ખતમ કરવા માટે ભાજપ હાઈકમાન્ડ પણ સતત સક્રિય છે. ગયા દિવસોમાં અમિત શાહની મુલાકાત બાદ હવે જેપી નડ્ડાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. નડ્ડા 6-7 જૂનની આસપાસ બંગાળની મુલાકાત લઈ શકે છે, જ્યાં પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરશે, જ્યારે શાહે બેઠકમાં નેતાઓને મમતાના સંઘર્ષમાંથી પ્રેરણા લેવાની સલાહ આપી હતી.

2017માં પણ બંગાળમાં ધારાસભ્યોએ કર્યું હતુ ક્રોસવોટિંગ
2017
માં પણ બંગાળમાં રાષ્ટ્રપતિની ચૂંટણી રમિયાન ક્રોસવોટિંગ થયું હતું. એ સમયે તૃણમૂલના અનેક ધારાસભ્યો ભાજપ સમર્પિત રામનાથ કોવિંદના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં તૃણમૂલે યુપીએ ઉમેદવાર મીરા કુમારને સમર્થન આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post