બ્લેક ચાઈના ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ સક્રીય રહે છે અને અવાર નવાર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 11:37:31
ઓસ્કાર 2020માં રેડ કાર્પેટ પર વોક કરીને ગ્લેમરસ મોડલ બ્લેક ચાઈને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. રોબ કાર્ડિશિયાનેની પૂર્વ પાર્ટનર ચાઈના પ્લેજિંગ બ્લેક વેલવેટ ડોના મેટોશી ગાઉનમાં નજરે પડી હતી. સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને ઓસ્કાર જોતા જ મુંઝવણમાં મુકાઈ ગયા હતાં કે તે અહીં શું કરી રહી છે. સામાન્ય રીતે આ પ્રકારના કાર્યક્રમમાં તો મોટા ફિલ્મ સ્ટાર્સ અને ટીવી સ્ટાર્સ સામેલ હોય છે. જ્યારે ચાઈના ના તો પ્રેજેંટર છે કે નાતો પછી નોમિની તરીકે લિસ્ટેડ થઈ હતી, પરંતુ તે બિલી પોર્ટર, મોડલ એલ્ડ્રજ જેવા અનેક ટીવી હોસ્ટ સાથે પહેલા જ પહોંચી ગઈ હતી.
જેથી સોશિયલ મીડિયા પર ચાઈના છવાઈ ગઈ છે. લાગે છે કે બ્લેક ચાઈનાએ ઓસ્કાર 2020ની તમામ લાઈમ લાઈટ જ છીનવી લીધી હોય. બ્લેક ચાઈના ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ સક્રીય રહે છે અને અવાર નવાર પોતાના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.