• Home
  • News
  • દેશમાં 9.21 લાખ કરોડનું કાળું નાણું જમા છે:નોટબંધી પછી છપાયેલી 1680 કરોડ 500-2000ની નોટો ગાયબ... RBI પાસે આનો કોઈ હિસાબ નથી
post

અધિકારી માને છે કે કાળું નાણું જમા કરવા સૌથી વધારે 500 અને 2000ની નોટનો ઉપયોગ કરવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 18:19:29

વર્ષ 2016માં નોટબંધીના સમયે કેન્દ્ર સરકારને આશા હતી કે ભ્રષ્ટાચારીઓના ઘરેથી ગાદલાં-તકિયાંમાં ભરીને રાખેલું 3-4 લાખ કરોડનું કાળું નાણું બહાર આવશે. પરંતુ 1.3 લાખ કરોડનું કાળું નાણું જ બહાર આવ્યું. પરંતુ હવે નોટબંધી સમયે જારી કરવામાં આવેલી નવી 500 અને 2000ની નોટોમાં 9.21 લાખ કરોડ ચોક્કસપણે ગાયબ થઈ ગયા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 2016-17થી 2021-22 સુધીનો વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે, RBI2016થી લઈ અત્યાર સુધી 500 અને 2000ની કુલ 6,849 કરોડ ચલણી નોટ છાપી છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 2016-17થી તાજેતરના 2021-22ના વાર્ષિક અહેવાલો દર્શાવે છે કે RBI2016થી અત્યાર સુધીમાં 500 અને 2000ની કુલ 6,849 કરોડ ચલણી નોટ છાપી છે. તેમાંથી 1,680 કરોડથી વધુ ચલણી નોટો ચલણમાંથી ગાયબ છે. ગુમ થયેલી આ નોટોની કિંમત 9.21 લાખ કરોડ રૂપિયા છે. આ ખોવાયેલી નોટોમાં તે નોટોનો સમાવેશ થતો નથી જેને નુકસાન થયા બાદ RBI દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.

કાયદા અનુસાર એવી કોઈ પણ આવક જેના પર ટેક્સ ચૂકવવામાં ન આવે તેને બ્લેક મની કહેવામાં આવે છે. આ 9.21 લાખ કરોડ રૂપિયામાં લોકોની બચત પણ હોઈ શકે છે. પરંતુ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે અત્તરના વેપારીઓ પર પડેલા દરોડાથી લઈને હાલ પશ્ચિમ બંગાળમાં મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના લોકો પર પડેલા દરોડ સુધી દરેક જગ્યાએ મળેલાં કાળાં નાણાંમાં 95%થી વધારે 500 અને 2000ની નોટ છે. RBIના અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે સર્ક્યુલેશનમાંથી ખૂટતું નાણું સત્તાવાર રીતે કાળું નાણું ન ગણાય, પરંતુ આશંકા છે કે આ રકમનો મોટો હિસ્સો કાળું નાણું છે.

સરકાર સ્વીકારતી નથી, પરંતુ 500 અને 2000ની નોટમાં જ કાળું નાણું જમા થતું હોય છે... એટલે જ 2019થી 2000ની નોટ છાપવાની બંધ કરવામાં આવી છે.
અધિકારી માને છે કે કાળું નાણું જમા કરવા સૌથી વધારે 500 અને 2000ની નોટનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરવાનું કારણ આ પણ હોઈ શકે. પરંતુ 2016ની સરખામણીમાં 500ની નવી ડિઝાઈનની નોટોના પ્રિન્ટિંગમાં 76%નો વધારો થયો છે. એક્સપર્ટ માને છે કે ઘરોમાં આ રીતે જમા રકમ કુલ કાળાં નાણાંના 2-3% જેટલી હોય છે. આવી સ્થિતિમાં, સ્વિસ બેંકોમાં જમા ભારતીયોનાં કાળાં નાણાં પર 2018નો અહેવાલ એવી સંભાવના ઊભો કરે છે કે સર્ક્યુલેશનમાંથી ગાયબ થયેલી 9.21 લાખ કરોડની રકમ કાળું નાણું છે. આ રિપોર્ટ અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીય કાળું નાણું 300 લાખ કરોડ રૂપિયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post