• Home
  • News
  • મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ:બાળકની આંગળીઓ જ અલગ થઈ જતાં ઓપરેશન કરીને હથેળી જ કાપવી પડી, ઘરમાં રાખેલી જૂની બેટરીથી રમી રહ્યો હતો
post

રમતાં-રમતાં આ દુર્ઘટના રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુરની છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-27 11:37:53

મોબાઈલની જૂની બેટરીમાં વિસ્ફોટ થવાથી 10 વર્ષના બાળકના જમણા હાથની આંગળીઓ અલગ થઈ ગઈ. ઓપરેશન કરીને બાળકની હથેળી જ કાપીને અલગ કરવી પડી. 5માં ધોરણમાં ભણતો બાળક મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો. રમતાં-રમતાં આ દુર્ઘટના ઘટી. આ ઘટના રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુરની છે.

રવિવારે સવારે સાહિલ ઘરમાં પડેલી જૂની મોબાઈલ બેટરીથી રમી રહ્યો હતો. મા ઘરમાં કામ કરી રહી હતી. પિતા નજીકમાં ખેતરે ગયા હતા. રમતાં સમયે બેટરીમાં બ્લાસ્ટ થઈ ગયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે 200 મીટર સુધી અવાજ સંભળાયો હતો.

અવાજ સાંભળીને જમવાનું બનાવી રહેલી મા દોડીને બાળકના રૂમમાં પહોંચી. જોયું સાહિલનો હાથ લોહીથી લથપથ હતો. તેને પતિ મુકેશ કાઠાતને ખેતરમાંથી બોલાવ્યા. સાહિલને બ્યાવરની સરકારી અમૃતકૌર હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર પછી ભીલવાડા રેફર કરી દીધો. અહીં ઓપરેશન કરીને ડોકટરે તેના જમણા હાથની હથેળીને કાપીને અલગ કરી દીધો.

પિતાએ કહ્યું- બેટરી કેટલી જૂની તે ખબર નથી
પિતા મુકેશ કાઠાતનું કહેવું છે કે તેઓ સવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. ઘણો સમય પહેલાં એક મોબાઈલની બેટરી ખરાબ થઈ ગઈ હતી, જેને કાઢીને ઘરમાં રાખી હતી. સાહિલ ઘરમાં જ પડેલી બેટરીથી રમી રહ્યો હતો. સાહિલે બેટરીને દબાવી તો તે ફાટી ગઈ.

તેમને જણાવ્યું કે બેટરી કેટલી જૂની છે તેની જાણકારી નથી. વિસ્ફોટ સંભળાયા બાદ સાહિલની પાસે પહોંચ્યા તો જોયું કે તેના હાથના ચીંથડા ઊડી ગયા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો પણ એકઠાં થઈ ગયા હતા.

બે દિવસ પહેલાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી
પાલી જિલ્લાના આનંદપુર કાલૂ પોલીસ સ્ટેશનના બલાડા ગામમાં 19 વર્ષના સુરેશ ગુર્જર પોતાના પિતરાઈ ભાઈ ભગવાનરામ ગુર્જરની સાથે શુક્રવારે બાઈકથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. બાઈક ભગવાનરામ ચલાવી રહ્યો હતો, સુરેશ પાછળ બેઠો હતો. પરત ફરતી સમયે અચાનક સુરેશની ખીસ્સાં રાખેલો મોબાઈમાં વિસ્ફોટ થયો, જેના બાઈક અસંતુલિત થઈને ઝાડ સાથે અથડાયું હતું. દુર્ઘટનાને કારણે ભગવાનરામ દૂર ઉછળીને પડ્યો, તો સુરેશ ઝાડ સાથે અથડાયો હતો જેના કારણે તેના માથામાં ઈજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડોકટરની પાસે લઈ ત્યારે તેનું જીન્સ સળગેલું હતું, જોયું તો મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post