• Home
  • News
  • અમેરિકામાં ટ્રકમાંથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા:ટ્રકમાં 100 લોકોને ઠાંસી-ઠાંસીને ભર્યા હતા, મેક્સિકોથી છુપાવીને ટેક્સાસ લઈ જવામાં આવતા હતા
post

ટ્રકમાં લોકોને ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-28 11:15:17

ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસમાં એક ટ્રકની અંદરથી 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરથી સોમવારે જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેઇનરમાં 100 જેટલા લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તેમને 18 પૈડાંવાળી આ ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી.

4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં:
મળતી માહિતી મુજબ, 4 બાળક સહિત 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જોકે હવે આ લોકોનાં મોત કેવી રીતે થયાં એ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે હજી સુધી કશું જણાવ્યું નથી. સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે. ટ્રકના બંધ કન્ટેઇનરમાં ગૂંગળામણને કારણે પ્રવાસીનાં મોત થયાની આશંકા છે.

ટેક્સાસના ગવર્નરે આ મૃત્યુ માટે બાઈડનને જવાબદાર ઠેરવ્યા :

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું હતું કે આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડીગ્રી સેલ્સિયસ હતું.

મેક્સિકન વિદેશમંત્રી માર્સેલો એબ્રાર્ડે કહ્યું હતું કે પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post