• Home
  • News
  • યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીનો મૃતદેહ ભારત લવાયો:પિતા કોફીન પકડીને રડી પડ્યા, પૂજા બાદ પરિવાર મેડીકલ અભ્યાસ માટે દેહદાન કરશે
post

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એરપોર્ટ પર નવીનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-21 10:23:25

કર્ણાટક: 1 માર્ચના રોજ યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનો મૃતદેહ સોમવારે સવારે 3 વાગ્યે બેંગલુરુ પહોંચ્યો હતો. પુત્રના મૃતદેહને જોઈને પિતા શંકરપ્પા કોફીન પકડીને રડી પડ્યા હતા. ત્યાં હાજર લોકોએ તેમને સંભાળ્યા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બેંગલુરુ એરપોર્ટ પર નવીનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું- ગામમાં વીર શૈવ પરંપરાથી પાર્થિવદેહની પૂજા કર્યા બાદ તેને દાવણગેરેની SS હોસ્પિટલને મેડિકલ અભ્યાસ માટે દાન કરવામાં આવશે. નવીન કર્ણાટકના હાવેરી જિલ્લાનો રહેવાસી હતો.

નવીનના પિતા શંકરપ્પાએ કહ્યું- મારો પુત્ર મેડિકલ ક્ષેત્રમાં કંઈક કરવા માંગતો હતો, પરંતુ તે થઈ શક્યું નહીં. ઓછામાં ઓછા તેના શરીરનો ઉપયોગ અન્ય તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તો ઉપયોગમાં આવી શકે છે તેથી, અમે અમારા પુત્રના પાર્થિવદેહને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.

સવારે 9 વાગ્યા સુધીમાં મૃતદેહ અમારા ગામ પહોંચશે, ત્યારબાદ અમે વીર શૈવ પરંપરા મુજબ પૂજા કરીશું અને પછી અમે તેને જનતાના દર્શન માટે રાખીશું. આ પછી મૃતદેહને મેડિકલ અભ્યાસ માટે એસએસ હોસ્પિટલ દાવણગેરેને દાન કરીશું.

રશિયાની સેનાના ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો
MBBS
સ્ટુડન્ટ નવીન શેખરપ્પા જ્ઞાનગૌદર કર્ણાટકના હાવેરી જિલ્લાના વતની હતો. ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીનો 21 વર્ષીય નવીન ખાવાનું લેવા માટે બહાર નીકળીને કતારમાં ઊભો હતો. ત્યારબાદ રશિયન સેનાના ગોળીબારમાં તે માર્યો ગયો હતો. કર્ણાટકના મુખ્યમંત્રીએ નવીનના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે અને પરિવારના એક સભ્યને નોકરી આપવાનું વચન આપ્યું છે.

97 ટકા માર્ક્સ મેળવ્યા પછી પણ સીટ મળી ન હતી
નવીનના મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેના પિતા શંકરપ્પાએ મીડિયાને કહ્યું હતું કે- ભારતમાં જાતિ અનુસાર સીટોની ફાળવણી કરવામાં આવે છે. PUCમાં 97 ટકા માર્ક્સ મેળવવા છતાં sમારા પુત્રને રાજ્યમાં મેડિકલ સીટ મળી ન હતી, જેના કારણે તેને અભ્યાસ માટે યુક્રેન મોકલવો પડ્યો હતો.

ખાર્કિવ યુનિવર્સિટીએ જીવ જોખમમાં મૂક્યો
નવીન દિવસમાં ઘણી વખત તેના પિતા સાથે ફોન પર વાત કરતો હતો. યુદ્ધની સંભાવના વચ્ચે, તેણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રજાઓ જાહેર કરવા વિનંતી કરી હતી. જેથી કરીને તે તમામ લોકો દેશ પરત ફરવાની યોજના બનાવી શકે, પરંતુ યુનિવર્સિટીએ તેમની અપીલને ફગાવી દીધી અને કહ્યું કે યુદ્ધ નહીં થાય. તેઓને બળજબરીથી રોકવામાં આવ્યા હતા. તેમની પાસે ખાવા-પીવાની ચીજો પણ મર્યાદિત હતી. અમારા બાળકો સરહદથી 2000 કિમી દૂર હતા, અમે દૂતાવાસમાં વાત કરી. માતા-પિતા પણ તેમના વતી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ કંઈ થયું નહીં અને મેં મારો પુત્ર ગુમાવી દીધો.

 

adv

Related News

post
post
post
post
post
post
post