• Home
  • News
  • રિપોર્ટરના પ્રેગ્નન્સીના સવાલ પર દીપિકાએ કહ્યું, જો પ્રેગ્નન્ટ થઈ તો નવ મહિનામાં ખબર પડી જશે
post

દીપિકા તથા રણવીરે વર્ષ 2018માં 14 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-07 10:52:54

મુંબઈઃ હાલમાં દીપિકા પાદુકોણ ફિલ્મછપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન દરમિયાન દીપિકા મીડિયા સાથે ઈન્ટરેક્શન કરી રહી છે. આવી રીતે એક મીડિયા ઈન્ટરેક્શન દરમિયાન એક રિપોર્ટરે દીપિકાને પ્રેગ્નન્સી પર સવાલ કર્યો હતો. દીપિકાએ સામે સવાલ કર્યો હતો, શું હું તમને પ્રેગ્નન્ટ હોઉં એમ લાગે છે? જ્યારે હું ફેમિલી પ્લાનિંગ કરીશ ત્યારે તમને પૂછી લઈશ. જો તમે પરમિશન આપશો તો હું પ્લાન કરીશ. જો હું પ્રેગ્નન્ટ થઈશ તો તમને નવ મહિનામાં ખબર પડી જશે.

પહેલાં પણ સ્પષ્ટતા કરી ચૂકી છે
દીપિકા તથા રણવીરે વર્ષ 2018માં 14 નવેમ્બરે ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદથી અવાર-નવાર દીપિકાની પ્રેગ્નન્સીને લઈ ચર્ચા થતી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, મને અફવાઓથી સહેજ પણ નવાઈ લાગતી નથી. અમને બંનેને બાળકો પસંદ છે પરંતુ હાલમાં અમે બેબી પ્લાનિંગ કરવાના મૂડમાં નથી. અમે અત્યારે માત્ર કરિયર પર ફોકસ કરવા ઈચ્છીએ છીએ. અમે અત્યારે બાળક અંગે વિચારતા પણ નથી.

સિદ્ધાંત અંગે શું કહ્યું?
દીપિકા પહેલી વાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરી રહી છે. શકુન બત્રાની ફિલ્મ રિલેશનશિપ ડ્રમા છે. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થશે. ફિલ્મમાં અનન્યા પાંડે પણ છે. દીપિકાએ બંનેને લઈને કહ્યું હતું કે તે અનન્યા તથા સિદ્ધાંતને મળી ચૂકી છે. બંને ઘણાં ટેલેન્ટેડ છે અને બંને પોતાના કામને લઈ ઘણાં ગંભીર છે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ વર્ષ 2021માં 12 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

એસિડ અટેક સર્વાઈવર પર આધારિતછપાક
10
જાન્યુઆરીએ રિલીઝ થતી દીપિકાનીછપાકની વાત કરીએ તો ફિલ્મ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકાએ માલતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં વિક્રાંત મેસી રિપોર્ટરના રોલમાં છે. દિવસે અજય દેવગનનીતાનાજીઃ અનસંગ વોરિયરરિલીઝ થવાની છે. નવ જાન્યુઆરીએ રજનીકાંતની ફિલ્મદરબારરિલીઝ થાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post