• Home
  • News
  • 'ભારત જોડો યાત્રા'ને બોલિવૂડ અભિનેત્રીનું સમર્થન:હૈદરાબાદથી નીકળેલી યાત્રામાં એક્ટ્રેસ પૂજા ભટ્ટે ભાગ લીધો, રાહુલ સાથે કરી 10.5 KMની પદયાત્રા
post

સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીનાં કરી ચૂકી છે વખાણ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-02 18:50:00

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ના 56મા દિવસની શરૂઆત આજે સવારે તેલંગાણાના હૈદરાબાદ શહેરથી થઈ હતી. રાહુલ ગાંધી સાથે આ યાત્રામાં બોલિવૂડ એક્ટ્રેસ અને ડાયરેક્ટર પૂજા ભટ્ટ પણ નજર આવી છે. આ દરમિયાન તેણે રોકાયા અને થાક્યા વગર રાહુલ ગાંધી સાથે પદયાત્રા કરી. સોશિયલ મીડિયામાં પૂજા ભટ્ટનો રાહુલ ગાંધીની સાથે ' 'ભારત જોડો યાત્રા'માં ચાલતો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

યાત્રામાં ભાગ લેનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી
વીડિયોમાં પૂજા ભટ્ટ રાહુલ સાથે વાત કરતાં પણ નજર આવી રહી છે. 'ભારત જોડો યાત્રા'માં ભાગ લેનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ બની છે. પૂજા ભટ્ટે ટ્વીટ કરી જાણકારી આપી કે તેઓ યાત્રામાં 10.5 કિમી ચાલ્યાં હતાં.

'ભારત જોડો યાત્રા'ને સમર્થન
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલુ છે. આ યાત્રા તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી ફરી શરૂ થઈ છે. આ પ્રવાસમાં રાહુલ ગાંધીને બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ-નિર્દેશક પૂજા ભટ્ટનો સહયોગ મળ્યો છે. હકીકતમાં આજે પૂજા ભટ્ટે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. વીડિયોમાં પૂજા ભટ્ટ ભારત જોડો યાત્રામાં સામેલ થતી જોઈ શકાય છે. આ યાત્રામાં જોડાયા બાદ પૂજા ભટ્ટ બોલિવૂડની એવી સેલિબ્રિટીઓમાંની એક બની ગઈ છે, જેમણે ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યું છે. આ સિવાય કેટલાક કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા ચોક્કસપણે આ સફરને સમર્થન આપ્યું હતું.

સ્વરા ભાસ્કર રાહુલ ગાંધીનાં કરી ચૂકી છે વખાણ
તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ પહેલા બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં હતાં. આ સિવાય રાહુલ ગાંધીની આ યાત્રામાં પૂનમ કૌર પણ જોડાઈ ચૂકી છે. ગયા અઠવાડિયે તેમની તેલંગાણા યાત્રા શરૂ કરતાં પહેલાં રાહુલ ગાંધી કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પડાવ પૂર્ણ કરી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post