• Home
  • News
  • Bhuj : The Pride Of Indiaમાં અજય દેવગણનો દમદાર ફસ્ટ લૂક આવ્યો સામે
post

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારીત હિન્દી ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા 14 ઓગસ્ટના રોજ રીલિઝ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-03 13:07:14

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારીત હિન્દી ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા 14 ઓગસ્ટના રોજ રીલિઝ થશે. આ ફિલ્મનો પહેલો લૂક હવે રીલિઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 14 ઓગસ્ટે પાકિસ્તાની લોકો તેમનો સ્વંત્રતા દિવસ મનાવે છે અને આ પાકિસ્તાની લશ્કરને હારનો સ્વાદ ચખાડનાર આ યુદ્ધ પર આધારિત ફિલ્મ રીલિઝ થશે.

આ ફિલ્મને અભિષેક દુધિયા ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમણે પોતાની ફિલ્મનો ફસ્ટલૂક જાહેર કર્યો છે. જેમાં ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહેલા અજય દેવગણ એક દમદાર વાયુસેનાના અધિકારી તરીકે નજરે પડી રહ્યા છે. તેમણે વાયુસેનાનો યુનિફોર્મ પહેર્યો છે. અને પાછળ ભારતીય વાયુસેનાનું પ્લેન પણ દેખાઇ રહ્યું છે. જે પર ભારતીય ધ્વજ શાનથી લહેરાઇ રહ્યો છે.

આ ફિલ્મ વર્ષ 1971 માં થયેલી ભારક પાકિસ્તાન યુદ્ધ (Indo-Pak War) પર આધારિત છે. જેમાં અજય દેવગણ સ્કૉડ્રન લીડર વિજય કર્ણિકનો રોલ ભજવી રહ્યા છે. સ્કૉડ્રન લીડર વિજય કર્ણિક તે અધિકારી હતા જેમણે 1971ની લડાઇ દરમિયાન ગુજરાતના ભુજના એરોડ્રામને સંભાળી રહ્યા હતા. જે પર પાકિસ્તાનીઓએ ફાયરિંગ કરી તેમના એરસ્પેસને ક્ષતિગ્રસ્ત કર્યો હતો. જે પછી ભુજની આસપાસના ગામમાં રહેતી લગભગ 300 જેટલી મહિલાઓએ આ હવાઇ પટ્ટીને રાતોરાત ફરી બનાવી હતી. જેથી ભારતીય વાયુસેનાના વિમાન ભુજ પર સુરક્ષિત ઉતરી શકે. પાકિસ્તાનની મનછા હતી કે ભુજનું આ એરસ્પેસ ક્ષતિગ્રસ્ત થઇ જાય અને હવાઇ યુદ્ધમાં ભારતનું જોર ઓછું પડી જાય પણ વિજય કર્ણિક અને ગુજરાતીની વીર 300 નારીઓએ તેમની આશા પર પાણી ફેરવી દીધું અને ભારતની જીતને સુનિશ્ચિત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર તરીકે અભિષેક દુધિયાની આ પહેલી ફિલ્મ છે. તો બીજી તરફ ધ લેજન્ડ ઓફ ભગત સિંહ, દિલજલે, હિંદુસ્તાનની કસમ, મેજર સાબ જેવી દેશને સમર્પિત ફિલ્મોમાં પહેલા પણ કામ કરી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post