• Home
  • News
  • મંદિરા બેદીએ હાથમાં ગ્લાસ લઇ કહ્યું Happy Karva Chauth,થઇ ટ્રોલ
post

ગુરુવારે જ્યાં દેશભરમાં લોકો કરવા ચોથની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બોલિવૂડના પણ અનેક સેલિબ્રિટી આ માટે શુભેચ્છા પાઠવી રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 12:08:11

ગુરુવારે જ્યાં દેશભરમાં લોકો કરવા ચોથની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બોલિવૂડના પણ અનેક સેલિબ્રિટી આ માટે શુભેચ્છા પાઠવી રહ્યા હતા. શિલ્પા શેટ્ટી, અનુષ્કા શર્મા સમેત અનેક અભિનેત્રીઓએ આ તહેવાર હર્ષો ઉલ્લાસથી ઉજવ્યો હતો. ત્યારે અભિનેત્રી મંદિરા બેદીએ એક તસવીર શેર કરીને કરવા ચોથની બધાને શુભકામનાઓ આપી હતી. જો કે તેણે જે તસવીર પોસ્ટ કરી હતી તેના લીધી તેના અનેક ફોલોવર્સ નારાજ થયા હતા. અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.

થયું એવું કે મંદિરાએ તેના પતિ સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં મંદિરા સાડી અને લાલ બિંદીમાં નજર આવી રહી હતી. અને તેના અને તેના પતિના હાથમાં વાઇનના ગ્લાસ હતા. અને બસ આજ કારણે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી હતી. તમે પણ જુઓ મંદિરાનો આ ફોટો.

કેટલાક લોકોએ કહ્યું કે કરવા ચોથ ના મનાવો તો કંઇ વાંધો નહીં પણ તહેવારના દિવસે ભારતીય સંસ્કૃતિની મજાક તો ન ઉડાવો.

 

adv

Related News

post
post
post
post
post
post
post