• Home
  • News
  • ટાઇગર-રિતિકની વૉર ફિલ્મે તોડ્યા 17 રેકોર્ડ
post

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉર અત્યાર સુધીમાં 150 કરોડની કમાણી કરી ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-07 11:47:04

રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉર અત્યાર સુધીમાં 150 કરોડની કમાણી કરી ચૂકી છે. અને ફિલ્મની રિલિઝના પાંચમાં દિવસે જ તેણે 150 કરોડ રૂપિયાની કમાણી કરીને એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. એટલું જ નહીં રિતિક અને ટાઇગરની આ ફિલ્મના કલેક્શનમાં શનિવારે 30 ટકાનો ઉછાળો જોવા મળ્યા છે. અને જે સ્પીડથી આ ફિલ્મ સફળતાપૂર્વક ચાલી રહી છે થોડા દિવસમાં જ તે 200નો આંકડો પણ પાર ના કરી જાય તો નવાઇ નહીં!

હવે જો વાત રેકોર્ડ તોડવાની કરીએ તો બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ વૉર ફિલ્મે રવિવારના દિવસ સુધી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. વૉર ફિલ્મે રવિવારના દિવસે 35.5 થી 36 કરોડનું કલેક્શન કર્યું છે. અને આમ કરીને વર્ષ 2019માં રવિવારે સૌથી વધુ કલેક્શન કરનારી નંબર 1 ફિલ્મ તે બની ગઇ છે. શનિવારથી જ આ ફિલ્મના કલેક્શનમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અને વૉર ફિલ્મે 5 દિવસમાં 158 કરોડની કમાણી કરી લીધી છે.

વળી ફિલ્મના ક્લેક્શનમાં તહેવાર અને રજાઓએ પણ ખાસ ભાગ ભજવ્યો છે. નવમી અને દશેરાની રજાના કારણે પણ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે. વૉરનું હિન્દી વર્ઝન પહેલા દિવસે જ 51.60 કરોડ, બીજા દિવસે 23.10 કરોડ, ત્રીજા દિવસે 21.30 કરોડ અને ચોથા દિવસે 27.60 કરોડનું કલેક્શન કરી ચૂકી છે.

 એટલું જ નહીં વૉર ફિલ્મે અત્યાર સુધીમાં 18 રેકોર્ડ પણ બનાવી ચૂકી છે. તે હિન્દી ફિલ્મની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, રિતિક રોશનના કેરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, ટાઇગરના કેરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, નિર્દેશક તરીકે સિદ્ધાર્થ આનંદની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ અને છઠ્ઠી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, યશરાજ બેનરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ, ગાંધી જયંતી પર રિલિઝ થયેલી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ અને વર્ષ 2019ના ત્રીજા દિવસની હાઇએસ્ટ ગ્રાસિંગ ફિલ્મ બની ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post