• Home
  • News
  • સૈનિક પરિવારમાં જન્મ, મોડલિંગ-એક્ટિંગથી રાજનીતિ સુધી....આવી રહી નવનીત રાણાની સફર
post

નવનીત કૌર રાણા અમરાવતીના MP છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં નિર્દળીય કેન્ડીડેટના રૂપમાં ભાગ લીધો હતો. રાજનીતિમાં પગલું માંડતા પહેલા નવનીત તેલુગૂ સિનેમાની જાણીતી એક્ટ્રેસ હતી. જોકે, નવનીતનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. તેનો જન્મ મુંબઈમાં એક આર્મી ઓફિસરના ઘરે 3 જાન્યુઆરી, 1986નાં રોજ થયો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-26 10:11:03

મહારાષ્ટ્ર:  નિર્દલીય સાંસદ અને પૂર્વ સાઉથ એક્ટ્રેસ નવનીત રાણા અત્યારે ભારે મુશ્કેલીમાં ફસાઈ છે. નવનીત અને તેમના MLA પતિ રવિ રાણાને રવિવારે મુંબઈ કોર્ટે જેલમાં ધકેલી દીધા. બંનેના ગ્રહો ત્યારથી વાંકા ચાલી રહ્યા છે જ્યારથી તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનાં પાઠ કરવાની ચેલેન્જ આપી. આ બધી રાજકીય ધમાલ વચ્ચે અમે તમને જણાવી રહ્યા છે કે, આખરે નવનીત અને રવિ છે કોણ.

નવનીત કૌર રાણા અમરાવતીના MP છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના રૂપમાં ભાગ લીધો હતો. રાજનીતિમાં પગલું માંડતા પહેલા નવનીત તેલુગૂ સિનેમાની જાણીતી એક્ટ્રેસ હતી. જોકે, નવનીતનો જન્મ પંજાબી પરિવારમાં થયો હતો. તેનો જન્મ મુંબઈમાં એક આર્મી ઓફિસરના ઘરે 3 જાન્યુઆરી, 1986નાં રોજ થયો હતો.

નવનીત રાણાએ ધોરણ 12નાં અભ્યાસ બાદ ભણવાનું છોડીને મોડલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી. તેણે 6 મ્યુઝિક વીડિયોમાં કામ કર્યા બાદ ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ. તેની પહેલી ફિલ્મ કન્નડ ભાષામાં હતી. જેનું નામ હતુ દર્શન. ત્યારબાદ તેણે તેલુગુની એક ઉપર એક હીટ ફિલ્મો આપી. સીનૂ વસંત લક્ષ્મી, ભૂમા, ટેરર સહિતની અનેક ફિલ્મો સુપરહીટ છે.

નવનીતની મુલાકાત તેમના પતિ રવિ રાણા સાથે 2009થી 2011ની વચ્ચે થઈ હતી. બંનેની મુલાકાત બાબા રામદેવના મુંબઈ સ્થિત યોગ શિબિરમાં થઈ હતી. ત્યારે રવિ નવા નવા ધારાસભ્ય બન્યા હતા અને નવનીત એક્ટ્રેસ હતી. બંને વચ્ચેની દોસ્તી થોડા સમય પછી પ્રેમમાં બદલાઈ ગઈ.

2011માં બંનેએ સિંપલ સેરેમની યોજી લગ્ન કરી લીધા. લગ્ન બાદ પતિ રવિ રાણાની સલાહ માનીને નવનીતે પણ રાજનીતિમાં કિસ્મત અજમાવી. 2014ની લોકસભા ચૂંટણીમાં અમરાવતીમાં SC અનુસૂચિત જાતિના આરક્ષણ પર રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના પક્ષમાં ચૂંટણી લડી હતી. જાણવા મળે છે કે, અહીંથી જ શિવસેના સાથે તેમનું વેર શરૂ થયુ હતુ. જોકે આ ચૂંટણીમાં તેમને જીત મળી ન હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો અને જીત મેળવીને સાંસદ બન્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post