• Home
  • News
  • મોદીની શિખામણ ભાષણ સુધી:PMએ કહ્યું, કોરોના હજુ ગયો નથી, ભાજપના નેતાઓને લાગે છે કે કોરોના હવે રહ્યો નથી
post

ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયાની હાજરીમાં કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 13:42:45

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ દેશને નામ સંબોધન કરી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની અપીલ કર્યાના કેટલાક કલાકોમાં જ ભાજપના નેતાના પ્રચાર કાર્યક્રમમાં ભીડ ભેગી કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના ગઢડામાં બની છે. તો બીજી તરફ ગઢડામાં કોંગ્રેસના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા હતાં. ત્યારે આજે સવારે પણ અમરેલીના ચલાલામાં ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ શભૂપ્રસાદ ટુંડીયાની હાજરીમાં કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા. ભાજપ કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અનેક લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા. સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા ઉપરાંત નારણ કાછડીયા, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે ચઢ્યા હતા.

નવરાત્રીની મંજુરી નથી, ને રાજકીય નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કરી રહ્યાં
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના પ્રચાર માટે આજે રાજ્યસભા સાંસદ શંભુનાથ ટુડિયા ગઢડાના પ્રવાસે હતા. જ્યાં ગઢડાના વોર્ડ નંબર-5માં વણકર વાસમાં કાર્યક્રમમાં ઢોલ નગારા વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું જળવાયું ન હતું. ઘણા લોકોએ તો માસ્ક પણ પહેર્યા ન હતાં. નવરાત્રી જેવા પર્વની મંજુરી નથી તો બીજી તરફ રાજકીય નેતાઓ અને કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કરી રહ્યાં છે. નેતાઓ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતાં તો તેની સામે કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલો ઉઠી રહ્યાં છે.

ભાજપની સાથે કોંગ્રેસની બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતાં
બીજી તરફ ગઢડામાં વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના ચૂંટણી પ્રચારમાં યોજાયેલી કોંગ્રેસની બેઠકમાં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતાં. ગઢડાના વોર્ડ નંબર4 માં મહેશ્વર નગરમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં ભીડ એકત્ર થઇ હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post